Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

હવે તસ્‍કરોની ‘‘દી'' પાળી ! હળવદના સરા રોડ ઉપર ચોરી

હળવદ, તા. ૧૭ : તસ્‍કરો  શહેરનો પીછો ન મુક્‍તા હોય તેવી સ્‍થિતિ વચ્‍ચે છેલ્લા ૧૫ દિવસમાં રાત્રીના અંધકારમાં જ ત્રાટકતા તસ્‍કરોથી સમગ્ર નગરના યુવાનો રાત્રે જાગરણ કરતા હોઈ છે ત્‍યારે હવે હળવદમાં ધોળે દિવસે પણ ચોરીને અંજામ આપતા હોવાનો કિસ્‍સો ગઈકાલે બપોર બાદ  પ્રકાશમાં આવ્‍યો છે.

વિગતો મુજબ ગુરુવારે હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ પૂજારા ફાઇનાન્‍સિયલ સર્વિસ નામની ઓફિસમાં ઓફિસના માલિક જમવા ગયા હતા એટલી વારમાં એક તસ્‍કર ધોળે દિવસે  ઓફિસમાં ઘૂસી જઈ અને ઓફિસના કાઉન્‍ટરમાં પડેલ રોકડા રૂપિયા ૩૩૦૦ ઉઠાવી ગયા હતો. જો કે, ચોરીની આ ઘટનામાં તસ્‍કરની ચોરી કરવાની કળા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા આ વીડિયો પણ વાઇરલ થવા પામ્‍યો હતો અને વેપારી આલમ અને નગરજનોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

(11:57 am IST)