Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જામજોધપુર પંથકમાં દારૂ અંગે દરોડોઃ આરોપી ફરાર

જામનગર, તા.૧૭: શેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. બ્રીજરાજસિંહ પ્રઘ્‍યુમનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મેલાણ ગામે વાડી વિસ્‍તારમાં આરોપી ભાર્ગવ ઉર્ફે ભગો જુગલભાઈ હુણ એ પોતાના કબ્‍જા ભોગવટાની વાડીમાં દારૂની બોટલ નંગ-૧૦, કિંમત રૂ.પ,૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી ભાર્ગવ ઉર્ફે ભગો જુગલભાઈ હુણ ફરાર થઈ ગયેલ છે.

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અશોક બાબુભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, મેલાણ ગામની ગારી ખાતે આરોપી ભાર્ગવ ઉર્ફે ભગો જુગલભાઈ હુણ  તથા કાનાભાઈ વરજાંગભાઈ મોરી એ દારૂની બોટલ નંગ-૧૦, કિંમત રૂ.પ,૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.  તથા આરોપી કાનાભાઈ વરજાંગભાઈ મોરી  ફરાર થઈ ગયેલ છે.

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ઋષીરાજસિંહ રણજીતસિંહ વાળાએ ફરીયાદ નોંધી છે કે, ડોકામયડા નેશ થી સાગણાવા નેશ તરફ જવાના કાચા રસ્‍તે કાનદાસ બાપાના મંદિર પાસે ફરારી આરોપી કાનાભાઈ લાખાભાઈ મોરી એ દેશી દારૂની લીટર ૭૦૦ ની કિંમત રૂ.૧પ૦૦૦/- નો છકડો રીક્ષા નં. જી.જે.૧૦-ટી.વી.૯૧૬પની કિંમત રૂ.૮પ,૦૦૦/- ના ચાલક સાથે મળી વેચાણ આર્થે રાખી કુલ મુદામાલ રૂ.૧,૦૦,૦૦૦/- સાથે હેરાફરી કરી ગુનો કરેલ છે આરોપી બંન્‍ને ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

(11:50 am IST)