Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ગોકુલધામનારના સદ્‌્‌વિદ્યા સેવાયજ્ઞ દ્વારા આણંદ જીલ્લાના ર લાખ કરતા વધુ છાત્રોને શૈક્ષણિક કીટનું વિતરણ

વાંકાનેર, તા. ૧૭ :  ગોકુલધામનાર દ્વારા સદ્‌્‌વિદ્યા સેવાયજ્ઞના ભાગરૂપે હેલ્‍પીંગ હેન્‍ડ ફોર હ્યુમિનિટી વર્જિનીયા યુ.એસ.એ. ના આર્થિક સહયોગથી આણંદ જિલ્લાની ૩૬પ ગામની ૧૦૧૯ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ થી ૮ ના બે લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું એક સાથે એક જ સમયે સવારે ૯ કલાકે વિતરણ કરવામાં આવ્‍યું હતું. ગોકુલધામનારના સ્‍વપ્ત દ્રષ્‍ટા સાધુ શુકદેવપ્રસાદ સ્‍વામી અને સાધુ હરિકેશવ સ્‍વામીની સંકલ્‍પનાથી કાર્ય પરિપૂર્ણ કરવામાં આવ્‍યું છે. ધો. ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને નાસ્‍તાના ડબ્‍બા, બિસ્‍કીટ પેકેટ, પેન્‍સિલ તેમજ નોટો અને ચોપડાનું વિતરણ કરી સદ્‌્‌વિદ્યા સેવાયજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્‍યો છે. તારાપુર તાલુકાના વિતરણની જવાબદારી ભૂપેન્‍દ્રભાઇ પટેલે સંભાળી હતી. ગોકુલધામનારના હરિકૃષ્‍ણ સ્‍વામીએ તાાપુરની કુમાર શાળા અને બોરસદની શાળામાં વિતરણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી આશીર્વાદ પાઠવ્‍યા હતા જનમંગલ સ્‍વામી તેમજ પરેશભાઇ ધરજીયાએ રૂણજ ગામની પ્રાથમિક શાળામાં, પ.પૂ. તપોમૂર્તિ મોહન સ્‍વામીજીએ તેમજ ભાવસાર   પ્રિન્‍સીપાલ સમોદડીની પ્રા. શાળામાં તેમજ પડોળીની પ્રા. શાળામાં ચિરાગભાઇ અને બાંધણી ગામે રઢુપુરા પ્રા. શાળામાં મનુભાઇ રાઠોડ અને જૈમનીભાઇ પટેલે હાજરી આપી ગોકુલધામ સંસ્‍થાની સેવાકીય પ્રવૃત્તિનો વિશેષ પરિચય આપ્‍યો હતો.

(11:49 am IST)