Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

દામનગર : લાઠી તાલુકામાં ધોળકીયા ફાઉન્‍ડેશન ૭૫ ખેડૂતોને ખેત તલાવડી નિઃશુલ્‍ક બનાવી આપશે

 (વિમલ ઠાકર દ્વારા) દામનગર,તા.૧૭ :  લાઠી ધોળકિયા ફાઉન્‍ડેશન દ્વારા આઝાદી કા અમળત મહોત્‍સવ અંતર્ગત રાજસ્‍થાન માં ચાલતા ૫૦૦ ખેત તલાવડા સાથે માદરે વતન લાઠી તાલુકા માં પણ ૭૫ ખેડૂતો ને પોતા ની જમીન માં ખેત તલાવડી સંપૂર્ણ મફત બનાવી આપવા તૈયારી દર્શવાતા રિવર મેન પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા એ અનુરોધ કર્યો છે હાલ રાજસ્‍થાન ના દોશા જિલ્લા ના નાગોલ તાલુકા ના છારેડા ગ્રામ પંચાયત ખાતે અતિ તીવ્ર પાણી ની તંગી ભોગવતા ગામ માં ખેડૂત ની માલિકી ની કુલ જમીન ના પાંચ ટકા જમીન માં જળ સંગ્રહ માટે ૫૦૦ ખેત તલાવડી નિર્માણ કાર્ય ધોળકિયા ફાઉન્‍ડેશન ના આર્થિક સહયોગ થી પુરજોશ માં ચાલી રહ્યું છે રાજસ્‍થાન માં નમૂના રૂપ ૧૧ ખેત તલાવડી નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂકયું છે ત્‍યારે લાઠી તાલુકા માં આઝાદી કા અમળત મહોત્‍સવ અંતર્ગત ૭૫ ખેડૂતો એ પોતા ની માલિકી ની ખેતી ની જમીન માં ખેત તલાવડી સંપૂર્ણ વિના મૂલ્‍યે બનાવી આપવા ધોળકિયા ફાઉન્‍ડેશન ની તૈયારી છે વહેલા તે પહેલાં ના ધોરણે ૭૫ ખેડૂતો ને સંપૂર્ણ નિઃશુલ્‍ક ખેત તલાવડી બનાવવા ઈચ્‍છા ધરાવતા ખેડૂતો ને અનુરોધ છે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા એ જણાવ્‍યું હતું કે જળ સંગ્રહ માટે લાઠી તાલુકા ના ખેડૂતો પોતા ની માલિકી ની ખેતી ની જમીન માં ખેત તલાવડી બનાવવા ઈચ્‍છે તો ૭૫ ખેડૂતો ને ધોળકિયા ફાઉન્‍ડેશન દ્વારા ખેત તલાવડી નિર્માણ કરી અપાશે.

(11:47 am IST)