Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ચોટીલામાં તાજુ જન્‍મેલ બાળક ત્‍યજી નાસી છુટે તે પહેલાજ માતા ઝડપાઇ

માતા પુત્ર ને પોલીસ જાપ્તા હેઠળ રાજકોટ સારવાર અર્થે ખસેડાયા

 (હેમલ શાહ દ્વારા)ચોટીલા,તા.૧૭ : ચોટીલામાં તાજુ જન્‍મી ત્‍યજી દેવાયેલ બાળક અને ત્‍યજનાર જન્‍મ આપનાર માતા લોકો અને પોલીસ ની સતર્કતા ને કારણે મળી આવતા ચકચાર મચેલ છે.
 મળતી માહિતી મુજબ ચોટીલા હાઇવે ઉપર આવેલ એક હોટલ પાછળ ની સાઇડમાં એક તાજુ જન્‍મેલ જીવંત બાળક પડેલ હોવાની જાણ થતા પોલીસ દોડી ગયેલ હતી પ્રથમ બાળકને હોસ્‍પિટલ ખસેડવામાં આવેલ હતું
ચોટીલા પીઆઇ આઇ.બી.વલવી એ તાત્‍કાલિક બાળક ની તપાસ માટે ટીમ ને કામે લગાડતા ગણતરીની મિનિટોમાં બાળકને જન્‍મ આપનાર યુવતી ને શોધી કાઢેલ હતી. અને માતા પુત્ર બંન્ને ને -ાથમિક સારવાર રેફરલ હોસ્‍પિટલ આપી વધુ સારવાર માટે પોલીસ જાપ્તા હેઠળ રાજકોટ ખસેડવામાં આવેલ છે.
 પોલીસ સુત્રો માંથી જાણવા મળ્‍યા મુજબ જન્‍મદેનાર આશરે ૨૨ વર્ષ ની મુંબઇ ની સુખી સંપન્ન પરીવાર યુવતી છે ગઇ કાલે ચોટીલા ખાતે હાઇવે પર ની ધર્મશાળામાં તેની માતા સાથે રૂમ રાખી રોકાયેલ અને ત્‍યાંજ બાળકને જન્‍મ આપી કપડામાં લપેટી ત્‍યજી દેવાયેલ હતું
પોલીસે પ્રથમ બાળકને મહત્‍વ આપી માતા પુત્ર ને સારવાર માટે ખસેડેલ છે જન્‍મ આપી ત્‍યજી દેનાર માતા સામે ગુનો નોંધવામાં આવશે અને મુળ સુધી તપાસ હાથ ધરાશે.

 

(11:40 am IST)