Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જામનગર જીલ્લામાં બ્‍લેકફિલ્‍મવાળા ર૯૯ વાહનો સામે પોલીસ કાર્યવાહી

જામનગર તા.૧૭ : આઇ.જી.પી. દ્વારા ટ્રાફિક નિયમન જાળવી રાખવા સારૂ તેમજ ટ્રાફિક નિયમ ભંગ કરતા ઇસમો વિરધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય.
જે અન્‍વયે પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલુ દ્વારા બ્‍લેક ફિલ્‍મ વાળા વાહનો ધરાવતા ચાલકો વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ બ્‍લેક ફીલ્‍મ હટાવવા અંગે ટ્રાફિક ડ્રાઇવ આપવામાંઅ ાવેલ જે અન્‍વયે જામનગર જિલ્લા પોલીસ દ્વારા બ્‍લેક ફિલ્‍મ ધરાવતા કુલ ર૯૯ વાહન ચાલકો વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી બ્‍લેક ફિલ્‍મ હટાવવા અંગેની અસરકારક કામગીરી કરેલ છે તેમજ અન્‍ય રીતે ટ્રાફિક નિયમન ભગ કરતા ઇસમો વિરૂધ્‍ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને જીલ્લામાં  ટ્રાફિક નિયમન સુચારૂ રૂપે જળવાઇ રહે તે અંગે જામનગર પોલીસ સતત પ્રયત્‍નશીલ છે.

 

(11:38 am IST)