Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

૨ લાખ અને જમીન માટે પુત્રએ જ માતા - પિતાને મોતને ઘાટ ઉતારી દેવા કારસો રચ્‍યો'તો

સુરેન્‍દ્રનગર જિલ્લામાં માતાની હત્‍યા કરનાર બાબુ વાઘેલાની ધરપકડ : પિતા ગંભીર હાલતમાં સારવારમાં

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૭ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં માતાની હત્‍યા કરીને પિતાને પણ ગંભીર ઇજા પહોંચાડનાર પુત્ર બાબુ વાઘેલાની પોલીસે ધરપકડ કરી છે. ૨ લાખ રૂપિયા અને જમીન માટે પુત્રએ જ માતા - પિતા બંનેને મોતને ઘાટ ઉતારી દેવા કારસો રચ્‍યો હોવાનું ખુલ્‍યું છે.

પુત્ર દ્વારા જ માતા પિતાની હત્‍યાનો કારસો રચાયો અને માતાને મોતને ઘાટ ઉતારી અને પિતાને પણ મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી અંતે સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે હત્‍યાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્‍યો છે.

હત્‍યારા પુત્રએ રોકડા રૂ. ૨ લાખ અને જમીન માટે પુત્રે નિંદ્રાધીન માતાપિતાને કાયમ માટે સુવાડી દેવા કાવતરૂ ઘડ્‍યું હતું. બાદમાં પાલાભાઈના નિવેદનના આધારે પોલીસે આ કેસમાં ફરિયાદી બનેલા હત્‍યારા પુત્ર બાબુ વાઘેલાની અટક કરી સઘન પૂછપરછ કરતાં એ ભાંગી પડ્‍યો હતો. અને પોલીસ તપાસમાં એણે કબૂલ્‍યું હતું કે બંને માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દઉં તો રૂ. ૨ લાખ અને બધી જમીન મળી જાય એટલે ફરિયાદી પુત્રે જ માતા-પિતાને ઊંઘમાં જ પતાવી દેવાનું કાવતરૂં રચ્‍યું હતું. આ કેસમાં હજી વધુ નામો ખૂલવાની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પાલા ભગતે સંયુક્‍ત માલિકીની જમીન વેચતાં રૂ. ૮ લાખ આવ્‍યા હતા. જેમાં બંને દીકરીને દોઢ-દોઢ લાખ આપ્‍યા હતા. પોતે દોઢ લાખની ગાડી લીધી, દોઢ લાખ એમપી રહેતા બીજા દીકરાને આપ્‍યા હતા. વધેલા ૨ લાખ ભગતે પોતાની પાસે રાખ્‍યા હતા. એ ૨ લાખ પર પુત્ર બાબુની નજર હતી.

(12:19 pm IST)