Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

પોરબંદર જિલ્લા તિજોરી અધિકારી રમેશભાઇ રાવલની ભુજમાં બદલી

પોરબંદર તા.૧૭ : જિલ્લા તિજોરી અધિકારી રમેશભાઇ રાવલીયાની ભુજ ખાતે બદલી કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લાના તિજોરી અધિકારી રમેશભાઇ  રામભાઇ રાવલીયાની કચ્‍છ ભુજ ખાતે બદલી થઇ છે. તેઓને કચ્‍છ જિલ્લામા જિલ્લા સહાયક નિરીક્ષક લોકલ ફંડ અને ઓડિટ  ઓફિસ તરીકે નિયુકત કરવામાં આવ્‍યા છે. તેઓ પોરબંદર જિલ્લામાં સાડા ત્રણ વર્ષ સુધી નોંધપાત્ર કામગીરી કરી હતી. જિલ્લા વહીવટી તંત્રની વિવિધ ઇવેન્‍ટમાં પણ તેઓએ સોંપવામાં આવેલી કામગીરી બજાવી ટીમ વર્કથી કામ કરેલું છે. વિવિધ સમિતિઓમાં પણ તેઓ સભ્‍ય છે પોરબંદર જિલ્લા તિજોરી કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓએ તેમજ પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ શુભકામના પાઠવી હતી.

 

(11:31 am IST)