Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

વર્ષ ૧૯૯૯ ખંભાળિયાના ચકચારી મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામેલ અને વડોદરા જેલમાં પેરોલ જમ્‍પ કરી ફરાર આરોપીને પોરબંદરથી દબોચી લેતી જામનગર સ્‍કવોડ

જામનગર તા.૧૭ : જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના તેમજ એલસીબી ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ કે.કે.ગોહિલના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્‍કવોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા સ્‍ટાફના માણસો પોલીસ અધિક્ષક  જામનગર તરફથી આપવામાં આવેલ પેરોલ ફર્લો વચગાળાના જામીન ઉપરથી નાસતા ફરતા રહેલ ગુનેગારોને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ અનુસંધાને જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમિયાન ખંભાળિયા પોલીસ સ્‍ટેશન ફર્સ્‍ટ ગુના નં.૮૦-૧૯૯૯ ઇ.પી.કો. ૩૦ર વિગેરેના મુજબના  ગુનાના વડોદરા મધ્‍યસ્‍થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કામના કેદી નં.૭૮૮૪૯ શબ્‍બીરમીયા અજીઝમીયા સૈયદ બુખારી ઉ.વ.૪૯ રહે. અલસફા સોસાયટી મોરકંડા રોડ જામનગરવાળો ગઇ તા.ર-૬-રરથી ફર્લો રજા ઉપર જમ્‍પ થઇ પોલીસને થાપ આપી નાસતો ફરતો રહેલ, જે આરોપીને સ્‍ટાફના ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ, કાસમભાઇ બ્‍લોચ, ભરતભાઇ ડાંગરનાઓએ સંયુકત રીતે મળેલ હકિકત આધારે પોરબંદર ખાતેથી ઝડપી પાડી વડોદરા મધ્‍યસ્‍થ જેલ ખાતે પરત સોંપવા અંગેની તજવીજ કરવામાં આવેલ છે.
આ કામગીરી પેરોલ ફર્લો સ્‍કવોડના પો.સબ. ઇન્‍સ. એ.એસ.ગરચર તથા એ.એસ.આઇ. ગોવિંંદભાઇ ભરવાડ પો. હેડ કોન્‍સ. લખધીરસિંહ જાડેજા, ગર્જેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્‍લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશભાઇ સુવા, કરણસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર તથા પો. કોન્‍સ. ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ, મહિપાલભાઇ સાદીયા તથા અરવિંદગીરી ગોસાઇ તથા એલસીબીના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.

 

(11:30 am IST)