Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

મુંબઇની કુંવારી યુવતિએ ચોટીલાની ધર્મશાળામાં પુત્રને જન્‍મ આપ્‍યો

બાળક-માતા રાજકોટ સારવારમાં: તબિબે પોલીસને જાણ કરીઃ બાળક કોનું? તે અંગે ખબર નહિ હોવાનું યુવતિનું રટણઃ ચોટીલા પોલીસે તપાસ આરંભી

રાજકોટ તા. ૧૭: મુંબઇની એકવીસ વર્ષની એક યુવતિએ ચોટીલાની ધર્મશાળામાં બાળક (પુત્ર)ને જન્‍મ આપ્‍યા બાદ બાળક અને માતા બંનેની તબિયત બગડતાં ચોટીલા હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. યુવતિ કુંવારી માતા બની હોઇ તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.
પ્રાપ્‍ત માહિતી મુજબ મુંબઇનું એક દંપતિ પરમ દિવસે ચોટીલા આવ્‍યું હતું. તેની સાથે તેની ૨૧ વર્ષની પુત્રી પણ હતી. આ ત્રણેય ચોટીલાની ધર્મશાળામાં રોકાયા હતાં. દર્શન કરવા આવ્‍યાનું તેમણે કહ્યું હતુ. એ દરમિયાન ગઇકાલે સવારે અગિયારેક વાગ્‍યે ધર્મશાળામાં આ દંપતિની યુવાન દિકરીને પેટમાં દુઃખાવો ઉપડયો હતો અને તેણીએ એક પુત્રને જન્‍મ આપ્‍યો હતો. એ પછી તબિયત બગડતાં ચોટીલા હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્‍યા હતાં.
અહિ મહિલા તબિબની પુછતાછમાં યુવતિ કુંવારી માતા બની હોવાનું જણાવાતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવતિની તેના માતા પિતા તેમજ ચોટીલા પોલીસે વિસ્‍તૃત પુછતાછ કરી હતી. પરંતુ તેણીએ આ બાળક કોનુ છે? દુષ્‍કર્મનો ભોગ બની કે કોઇ પ્રેમી થકી બાળક રહ્યું? તે અંગે કોઇપણ વિગતો જણાવી ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવતિ પ્રાઇવેટ નોકરી કરે છે. માતા-પિતાએ પણ દિકરીના પેટમાં બાળક હોવાની વાતથી પોતે અજાણ હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યુ હતું.

 

(11:09 am IST)