Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

લોધીકા પોસ્‍ટ ઓફિસમાં પોસ્‍ટ માસ્‍ટરની જગ્‍યા ખાલી : લોકોના કામ ટલ્લે

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૧૭ : તાલુકા મથકᅠ લોધીકા ગામે આવેલ પોસ્‍ટᅠ ઓફિસમાં પોસ્‍ટ માસ્‍ટર જગ્‍યા ખાલી હોય લોકોના કામો વિલંબીત થતા હોય લોકો રોષ જોવા મળી રહેલ છે.

આ અંગે સરપંચ સૂધાબેન વસોયા, ઉપસરપંચ દિલીપભાઈ મારકણા, સામાજિક કાર્યકર ગોરવ હંસોરા એ કરેલ રજુઆત મુજબ અત્રે આવેલી તાલુકા કક્ષાની એક માત્ર પોસ્‍ટ ઓફિસમાં ઘણા સમયથી પોસ્‍ટ માસ્‍ટરની જગ્‍યા ખાલી પડેલ છે એક માત્ર કલાર્કથી પોસ્‍ટ ઓફિસનો વહિવટ થતો હોય લોકોના કામ સમયસર થતા ન હોય તેમજ બહારગામથી આવતા લોકો ને ધરમ ધકકા થાય છે. લોકોમાં રોષ જોવા મળી રહેલ છે લોધીકા સહિત આજુબાજુના લોકો આધાર કાર્ડ, રજીસ્‍ટર એડી, રેવન્‍યુ ટીકીટ, અન્‍ય સ્‍ટેપ, બચત ખાતા, કિશાન વિકાસ પત્ર આ બધી કામગીરી સમયસર થતી ન હોય લોકો પરેશાન થાય છે આથી પોસ્‍ટ ઓફિસમાં પોસ્‍ટ માસ્‍ટર સહિત ખુટતા સ્‍ટાફની વહેલી તકે નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત થયેલ છે.

(12:17 pm IST)