Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ઉના સમસ્‍ત દશનામી ગોસ્‍વામી સમાજની રેલી નીકળીઃ દુષ્‍કર્મ અને હત્‍યા કરનારને ફાંસી આપવા માંગ

ઉના,તા. ૧૭ : કોડીનાર તાલુકાનાં જંત્રાખડી ગામની ૮ વરસની બાળા સાથે દુષ્‍કર્મ કરી હત્‍યા કરી નાખનાર નરાધમ યુવાનને ફાંસીની સજા આપવા ઉના સમસ્‍ત દશનામી ગોસ્‍વામી સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્‍યુ છે.

કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આઠ વરસની માસુમ દિકરીને તેજગામનો શામજી ભીખાએ ઘરમાં પુરી બાળાને પીખી બાળાની હત્‍યા કરી નાખેલ હતી.

આ બનાવને ઉના સમસ્‍ત ગોસ્‍વામી સમાજે સખદ શબ્‍દોમાં વખોડી અને બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા નીચે ન્‍યાય મંગવા ઉભો દશનામ ગોસ્‍વામી સમાજના પ્રમુખ નરેન્‍દ્રભાઇ કે.ગોસાઇનીના આગેવાની હેઠળ રમેશગીરી ગોસ્‍વામી, સુંદરપુરી બાપુ, અશ્વીનબાપુ, મુકેશબાપુ, પૂર્વધારા સભ્‍ય કાળુભાઇ રાઠોડ, રાજુભાઇ ડાભી, નગરપાલીકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી તથા વિશ્વ હિન્‍દુ પરિષદમાં નિપુલભાઇ શાહ તથા દશનામ યુવા સંગઠન તથા વિવિધ સમાજના લોકો રેલી સ્‍વરૂપે ઉના પ્રાંત કચેરીએ પહોંચી, મુખ્‍યમંત્રી, ગૃહમંત્રી, ડી.જી.પી. પોલીસ અધિકારીને લખી આવેદનપત્ર આપી બાળાત્‍કાર અને હત્‍યારા આરોપી શામજી ભીમાએ ઝડપથી કાર્યવાહી કરી ફાંસીની સજા આપવા ભવિષ્‍યમાં આવા બનાવો ન બને તે માટે શખ્‍ત કાર્યવાહી કરવા માંગણી કરતુ આવેદનપત્ર પ્રાંત અધિકારી જે.એમ.રાવલને આપેલ હતું.

(10:49 am IST)