Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ખંભાળિયામાં હિન્‍દુ સંસ્‍થાઓ દ્વારા આવેદન

જામ ખંભાળિયાઃ ખંભાળિયામાં વિશ્વ હિન્‍દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરો દ્વારા હિંસક માનસિકતા ધરાવતા અને જેહાદી વિચારધારા ધરાવતા સંગઠનો તથા તત્‍વો સામે કડક હાથે કાર્યવાહી કરી, આવા સંગઠનો પર અંકુશ મેળવવા તેમજ જડમૂળથી નાબૂદ કરવા માટેની લેખિત રજૂઆત દેશના રાષ્ટ્રપતિને સંબોધીને કરવામાં આવી છે. આ માટે અહીંના ગૌસેવા દેસુરભાઈ ધમા સહિતના કાર્યકરોએ હનુમાન ચાલીસા બોલાવી અને જિલ્લા કલેકટર કચેરી ખાતે લેખિત આવેદનપત્ર પાઠવ્‍યું હતું. ત્‍યારની તસ્‍વીર.

(10:49 am IST)