Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ફાડદંડ બેટી ડેમ જુથ યોજનાથી આસપાસના ગામોને પાણીનું સુખ

મંજૂરીના નિર્ણયને આવકારતા ભૂપત બોદર

રાજકોટ,તા.૧૭:  જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર એ રાજયની ભાજપ સરકારના ફાળદંગ બેટી ડેમ આધારીત પીવાના પાણી ની ફાળદંગ બેટી જૂથ યોજાના ને મંજૂરી આપવાના ના નિર્ણયને આવકારતા જણાવ્‍યું હતું કે દેશના યશસ્‍વી પ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી આર પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજયની ભાજપ સરકારે છેવાડાના માનવીᅠ માટે અનેક જનહિતકારી નિર્ણય લીધા છે ત્‍યારેᅠ મચ્‍છુ જૂથ પાણી પુરવઠા યોજના ના રાજકોટ જિલ્લાના છેવાડાના ગામો ફાડદંગ, ડેરોઈ, ડમતિયા, ગોલીડા, બેડલા તથા રફાળા ગામ માટે નજીકમાં આવેલા ફાડદંગ બેટી ડેમ આધારીત જૂથ પાણી પુરવઠા યોજના ને મંજૂરી આપવાથી ગ્રામવાસીઓને પાણીની અછતની સમસ્‍યામાંથી ઘણી રાહત મળશે, આ યોજના અંતર્ગત સિચાઈ સિવાય નું ૬ ગામ માટે પીવાનું પાણી અનામત રાખી જરૂરી યાંત્રિક મશીનરી સાથે મંજુર કરવાનો સરકારશ્રીનાં નિર્ણય ને લીધે ગ્રામજનોમાં ખુશીની લહેર વ્‍યાપી ગઇ છે અને આ સાથે પાણીની સમસ્‍યા ભૂતકાળ બની જશે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહેશે. પ્રભારીમંત્રી જીતુ વાઘાણી અને સિંચાઇ મંત્રી ઋષિકેશ પટેલનો પણ આભાર માનીએ છીએ.

(10:48 am IST)