Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ભુજ અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા વધુ ૪ નવા અભ્યાસક્રમ શરૂ કરાશે

સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્ષના અભ્યાસક્ર્મ માટે ૩૦મી જૂન સુધી પ્રવેશ મેળવી લેવો

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૧૭

ભુજ ખાતે અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા કચ્છના યુવાનોનું સશક્તિકરણ કરી, તેમને આત્મનિર્ભર બનાવવાના ભાગરૂપે ૧લી ઓગષ્ટથી વધુ ચાર નવા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ અભ્યાસક્રમમાં સેલ્સ એન્ડ માર્કેટિંગ સર્ટિફિકેટ કોર્ષ, જનરલ ડયુટી આસી.ડિપ્લોમા કોર્ષ, ડિપ્લોમા ઇન કોસ્મેટોલોજી એન્ડ બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તેમજ પી.જી ડિપ્લોમા ઇન હેર એન્ડ સ્કિનકેરનો સમાવેશ થાય છે. 

અદાણી સ્કિલ ડેવલોપમેન્ટના ઓપરેશન્સ હેડ અમિત ઠક્કર તેમજ મુંદ્રા ભુજ સ્કિલ ડેવલોપમેન્ટના ક્લસ્ટર મેનેજર સાગર કોટકે કહ્યું કે, ૩૦મી જૂન સુધી આ કોર્ષમાં પ્રવેશ આપવામા આવશે. સેલ્સ એન્ડ માર્કેટિંગ માટે ઉમેદવાર ૧૦ પાસ હોવા જોઈએ. અને તેમનો તાલીમગાળો ૩ મહિનાનો રહેશે જ્યારે ડિપ્લોમા ઇન જનરલ ડ્યૂટી આસિસ્ટન્ટ ૧૦ પાસ (વિજ્ઞાન બાયોલોજી જરૂરી) માટે એક વર્ષની ટ્રેનિંગ રહેશે.ઉપરાંત હેર એન્ડ સ્કિનકેર પી.જી.ડિપ્લોમા માટે ગ્રેજ્યુએટ અને એક વર્ષનો કોર્ષ તેમજ બ્યુટી પાર્લર મેનેજમેંટ માટે ૧૦+૨ પાસ અને એક વર્ષનો કોર્ષ રહેશે.  

આ કોર્ષની ચાવીરૂપ કડી અંગે વિગતો આપતા અમિત ઠક્કરે કહ્યું કે, અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ કૌશલ્ય યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. તેમજ યુનિ. ગ્રાન્ટ કમિશન અને નેશનલ સ્કિલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન સાથે જોડાયેલું હોવાથી તેનું વિશેષ મહત્વ છે. વધુ માહિતી માટે ભુજ સેન્ટરના મોબીલાઇઝર- મોબા. ૭૦૪૩૪ ૦૯૬૯૫ તેમજ મુન્દ્રાના મોબીલાઇઝરનો-૯૭૨૬૨ ૨૫૫૩૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

(10:18 am IST)