Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

વાંકાનેરમાં પેટ્રોલ પંપોમાં લાઇન લાગી !

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૧૭ : વાંકાનેરમાં ગઇ કાલથી બાઇક ધારકો દ્વારા વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટે લાઇનો જોવા મળી રહી છે. જે રાત્રિ સુધી જોવા મળે છે. જ્‍યારે કેટલાક પેટ્રોલપંપોમાં પેટ્રોલનો સ્‍ટોક ખલાસ જોવા મળે છે. જ્‍યારે કેટલાક પેટ્રોલ પંપોમાં માત્ર ૧૦૦થી વધુ પેટ્રોલ નહીં આપતા હોવાનું પણ જાણવા મળે છે.

પેટ્રોલની અછતની અફવા કે પછી તેમાં કંઇક વાસ્‍તવવિકતા છે ? કે પછી બેટરી સંચાલિત વાહનોને પ્રોત્‍સાહન અંગે કોઇ હેતુ સમાયેલો છે ? એ જે હોય તે પરંતુ હાલ વાહન ધારકોની પેટ્રોલ પંપોમાં લાગેલી લાઇનો વાસ્‍તવિક જોવા મળી રહી છે. 

(10:09 am IST)