Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

વિંછીયા તાલુકાનાં જુદાં-જુદાં ૧૧ ગામમાં વિચરતી વિમુકત જાતીના લોકોને પોતાનું ઘર બનાવવા ૧૦૦ ચો.વાર. પ્‍લોટ ફાળવાશે : કુંવરજીભાઇ બાવળીયા

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૧૭ : ૭ર-જસદણ વિધાનસભાના ધારાસભ્‍યશ્રી કુંવરજીભાઈ બાવળીયાની લોકસેવાની સુવાસ વધુ એક વાર વિંછીયા તાલુકામાં જોવા મળી છે. જસદણ તથા વિંછીયા તાલુકાનાં વિવિધ ગામોમાં વસવાટ કરતાં વિચરતી વિમુક્‍તજાતી ના લોકોનાં ગામોમાં પ્‍લોટ માંગણી તથા જાતિ ના દાખલા તથા આધારકાર્ડ જેવી બાબતોના વિવિધ કેમ્‍પોનું આયોજન કરી બન્ને તાલુકામાંથી જરૂરીયાતમંદ લોકોની અરજીઓ કરાવીને ગામના આગેવાન-કાર્યકરથી માંડીને તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી, નાયબ કલેકટરશ્રી, કલેકટરશ્રી તથા સરકારના મંત્રીશ્રી સાથે સંકલન કરીને બંને તાલુકામાં રહેણાંક હેતુ માટે ૧૯૦ જેટલાં ૧૦૦ ચો.વાર પ્‍લોટ મંજુર કરાવ્‍યા.

વિછીયા તાલુકાનાં વિવિધ ગામોમાં ૧.મોઢુકા ૨.વિંછીયા ૩. છાસિયા ૪. મોટી લાખાવડ પ.ઓરી ૬.થોરીયાળી ૭.વાંગ્રધા ૮.સોમ પીપળીયા ૯. આંકડીયા ૧૦.ભડલી ૧૧.કંધેવાળીયા) વિચરતી વિમુક્‍ત સમાજના કુલ - ૭૮ લોકો માટે ૧૦૦ ચો.વાર પ્‍લોટ સરકારમાંથી મંજુર કરાવ્‍યા. ગતવષે દરમિયાન જસદણ તથા વિંછીયા તાલુકામાં કુલ- ૧૧૨ રહેણાંક હેતુ માટે ૧૦૦ ચો.વાર પ્‍લોટ વિચરતી વિમુક્‍ત જાતિના લોકો માટે સરકાર પાસેથી મંજુર કરાવ્‍યા હતા તથા ‘પંડિત દિનદયાળ આવાસ યોજના' અંતગૈત મકાન બાંધકામની સહાયની યોજનાનો લાભ અપાવ્‍યો હતો.

વધુમાં, કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્‍યું હતું કે હજુ વિચરતી વિમુક્‍ત જાતીના જરૂરિયાતમંદ લોકોને અરજી કરવા જણાવ્‍યું હતું.

(10:09 am IST)