Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

પ્રભાસ પાટણમા લોકોને આધાર કઠાવવામા મુશ્કેલી :આધાર કાર્ડમા ટોકન સિસ્ટમ લોકોને ભારે પરેશાની

પ્રભાસ પાટણની વસ્તી ને ધ્યાને લઇ સથાનિક આધાર કાર્ડ નિકળે તેવી માગણી

પ્રભાસ પાટણ :પ્રભાસ પાટણ મોટી વસ્તી ધરાવતુ શહેર છે અને મોટા ભાગના લોકો મજુરી કામ કરી ને પોતાનુ જીવન નિર્વાહ કરે છે પરંતુ આ આધાર કાર્ડ સ્થાનિક લેવલે કાઢવામાં આવતુ નથી જેથી પ્રજા હેરાનપરેશાન થાય છે અને બાળકો ના કાર્ડ કઢાવવા છેક દુર દુર સુધી જવુ પડે છે

    વેરાવળ પાટણમા આધાર કાર્ડ કઢાવવા ટોકન સિસ્ટમ છે તેમા પણ લાઈનો લાગે છે અને તેમા ટોકન માટે વારો આવે ત્યા ટોકન ખાલી થય જાય છે અને સમય હોય છતાં કાર્ડ કાઢવામાં આવતા નથી

    આ રીતે મોટી ઉમર ના લોકો વારંવાર ધક્કા ખાવા છતા કાર્ડ નિકળતુ નથી અને ધરમ ના ધક્કા ખાવા પડે છે આ રીતે લોકો મંજુરી કામ બંધ રાખી ને ધક્કા ખાય છે છતા આધાર કાર્ડ નિકળતા નથી    પ્રભાસ પાટણ ના લોકો ની માંગણી છે કે સ્થાનિક લેવલે કાર્ડ કાઢવામાં આવે અથવા સેવા સેતુ ની જેમ આધાર કાર્ડ કઢાવવા દરેક સમાજ મા કેમ્પ યોજાય તો લોકો નો સમય અને નાણાં નો બચત થાય

(10:48 pm IST)