Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

માળિયાના વાડા વિસ્તારમાંથી દેશી તમંચા અને જીવતા કાર્ટીસ સાથે એક ઝડપાયો

માળિયા પોલીસની ટીમે આજે વાડા વિસ્તાર મેઈન શેરીમાંથી દેશી તમંચો અને એક જીવતા કાર્ટીસ સાથે એક શખ્શને ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી છે
 મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે માળિયાના વાડા વિસ્તાર મેઈન શેરીમાંથી આરોપી વલીમાંમદ ઉર્ફે સનડો કરીમ મોવરના નેફામાંથી પોલીસે ગેરકાયદેસર સિંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમંચો કીમત રૂ ૫૦૦૦ અને એક જીવતો કાર્ટીસ કીમત રૂ ૫૦ જપ્ત કરી આરોપી સામે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(9:59 pm IST)