Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મોરબીના સરતાનપર રોડ પર ટ્રેલરની ઠોકરે બાઈકસવાર પરપ્રાંતીય યુવાનનું મોત: અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર

તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

મોરબીના સરતાનપર રોડ પર બાઈક અને ટ્રેઇલર અથડાયા હતા જે અકસ્માતમાં પરપ્રાંતીય યુવાનનું મોત થયું છે
  મધ્યપ્રદેશના વતની પહલવાનસિંગ નંદરામભાઈ કુર્મી (ઉ.વ.૪૨) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના દીકરા સર્વેશકુમાર પોતાનું મોટરસાયકલ જીજે ૩૬ કે ૦૨૭૨ ચલાવી જતો હોય ત્યારે સરતાનપર રોડ પર પર ટ્રેઇલર આરજે ૧૪ જીડી ૦૪૧૩ ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં મોટરસાયકલ સવાર સર્વેશકુમારને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત થયું હતું તો ટ્રેઇલર સ્થળ પર મુકીને આરોપી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(9:52 pm IST)