Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

આટકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર પવન સાથે વરસાદ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૭ :. જસદણ તાલુકાના આટકોટ અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે ૪.૩૦ વાગ્યા આસપાસ જોરદાર પવન સાથે વરસાદ શરૃ થયો છે.

આજે આખો દિવસ અસહ્ય ઉકળાટ રહ્યા બાદ સાંજના સમયે વરસાદ શરૃ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. ધીમે ધીમે ચોમાસાનુ સૌરાષ્ટ્ર-કચ્છમાં આગમન થાય તેવુ વાતાવરણ છવાયુ છે.

(4:52 pm IST)