Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કચ્છના સામખિયાળી નેશનલ હાઇવે ઉપર નશામાં ધૂત ટેન્કર ચાલકે વાહનચાલકોના જીવ કર્યા અધ્ધર : અંતે રોંગ સાઇડમાં પુલિયા સાથે અથડાયું

૫ કલાક ટ્રાફિકજામ : હાઇવે ઉપર વેચાતા દારૂ અને ગાંજાના નશાના કારણે સર્જાઇ રહ્યા છે અસ્કમાત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : રાજય સરકારના સલામત ગુજરાતના સૂત્ર અને કાયદો વ્યવસ્થા કાબૂમાં હોવાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નિવેદનો વચ્ચે પૂર્વ કચ્છની પરિસ્થિતિ ઘણું બધું કહી જાય છે. ખુલ્લેઆમ હાઈવે ઉપર ગાંજો અને દારૂ જેવા પ્રતિબંધિત કેફી દ્રવ્યો વેંચાઈ રહ્યા છે. ગઈકાલે ભચાઉ સામખિયાળી નેશનલ હાઈવે ઉપર દારૂના નશામાં ધૂત ટ્રેલર ચાલકે વાહનચાલકોના જીવ અદ્ઘર કરી મુકયા હતા.  કંડલા, મુન્દ્રા બંદર સાથે જોડતા આ નેશનલ હાઇવે ઉપર સૌરાષ્ટ્ર, અમદાવાદ, મુંબઈ, રાજસ્થાન અને દિલ્હીનો ટ્રાફિક સતત ધમધમતો રહે છે. મોટા અને પહોળા આ નેશનલ હાઇવે ઉપર ટ્રેલર ચાલકે નશામાં કાબૂ ગુમાવતાં તે રોંગ સાઈડ પુલીયા સાથે ભટકાયું હતું. સદભાગ્યે મોટો અકસ્માત ટળી ગયો હતો. નહીતો કાબૂ ગુમાવી રોંગ સાઈડ ધસી જનાર મહાકાય ટ્રેલર કોઈ મોટો અકસ્માત સર્જી નાખત. જોકે, આ અકસ્માતને પગલે પાંચ કીમી સુધી ટ્રાફિક જામ થયો હતો. અહી સવાલ પૂર્વ કચ્છ પોલીસની કામગીરી સામે પણ છે.

(11:04 am IST)