Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વાંકાનેરના ખેરવા ગામે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

વાંકાનેર : વાંકાનેરના ખેરવા ગામે એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ યુવક હાલ અમદાવાદ રહેતો હોય અહીં તે પોતાના મામાના ઘરે આવ્યો હતો. જે દરમિયાન તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. બાદમાં રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

વાંકાનેરના ખેરવા ગામે રવિરાજસિંહ અનિરૂદ્ધસિંહ નામના 32 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવક અમદાવાદ રહેતો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તે અહીં પોતાના મામાના ઘરે ગત તા.13ના રોજ આવ્યો હતો. હાલ તે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે.તેમનું સેમ્પલ આજે સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી લેવામાં આવેલ હતું. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા ત્યાંથી તુરંત મોરબી જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરવામાં આવી હતી.

હાલ આરોગ્ય તંત્ર દ્વારા આ વિસ્તારને સેનેટાઇઝ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અને કોરોનાગ્રસ્ત યુવાન કોના કોના સંપર્કમાં આવ્યો હતો તે અંગે પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે.

 

(7:06 pm IST)