Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

તળાજામાં બે પીધેલાઓએ તોફાન મચાવતા લોકોએ મેથીપાક આપ્યો : પોલીસને જોઇ બાઇક ઉપર નશાખોરો નાસી ગયા

ભાવનગર તા. ૧૭ : તળાજા તાલુકા પંચાયત ના જુના બિલ્ડીંગ નજીક આવેલ નોનવેજ ની લારી પાસે બાઈક ઉભું રાખી બે ઈસમોએ દંગલ માચાવ્યૂ હતું. જે રસ્તે નીકળે તેની પર હાથ ઉપડવો,અપશબ્દો બોલવા જેવા કરતૂતો કરવા લાગતા લોકો એકઠા થયા હતાને એ હદે મેથીપાક આપ્યો હતોકે માથામાં બન્નેને ફૂટ થઈ હતી.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે વારંવાર તળાજાના કાયદાના રક્ષકો એ સમીક્ષા કરવી પડે તેવી સ્થિતિ વારંવાર નિર્માણ પામતી જોવા મળે છે. બગીચા પાછળ આવેલ નોનવેજ ની લોજ નજીક બાઈક પર આવેલ બે ગામડાના આધેડ વયના ઈસમોએ દંગલ માચાવ્યૂ હતું.

બન્ને નશામાં ધૂત હોય તેવું લોકોએ જણાવ્યું હતું. ગમે તેની સાથે ગેરવર્તન કરવા લાગતા. લોકોના ટોળા એકઠા થયા હતા. મેથીપાક આપવાનું શરૂ કરી દીધું હતું. જેને લઈ બન્ને ઈસમો ના કપાળ ના ભાગે લોહી નીકળી ગયુ હતુ.બનાવને લઈ પોલીસ જવાન પોલીસ વાહન લઈને આવેલ. લોકોના ટોળા ને છુટા પાડ્યા હતા. તે સમયે બન્ને પીધેલાઓ મો.સા લઈ નીકળી ગયા હતા.(

(11:48 am IST)