Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કચ્છમાં કોરોનાના દર્દીઓ વધીને ૧૧૨

હવે ભુજ, અંજાર જેવા શહેરોમાં ચિંતા : ક્રુ મેમ્બર, બીએસએફના જવાનો સહિત ૬ને રજા

બીએસએફના જવાનોને રજા મળતાં શુભેચ્છાઓ સાથે વિદાય આપતો હોસ્પિટલનો સ્ટાફ તસ્વીરમાં નજરે પડે છે.

ભુજ તા. ૧૭ : હવે કોરોનાના સકંજામાં કચ્છના ગ્રામીણ વિસ્તારો પછી શહેરો આવી રહ્યા છે. ગઈકાલે વધુ ત્રણ પોઝિટિવ કેસો પૈકી બે દર્દીઓ ભુજ અને અંજાર જેવા શહેરોના છે.

ભુજની એન્જીનીયરીંગ કોલેજ પાસે આવેલ સર્જનકાસા સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર પંડ્યાને કોરોના પોઝિટિવ આવતાં ભુજમાં રહેણાંક વિસ્તારમાં દર્દીઓની સંખ્યા વધીને ૩ અને ભુજ બીએસએફ કેમ્પસના ૫ જવાનોને ગણીએ તો દર્દીઓની સંખ્યા ૮ થઈ છે.

જયારે અંજારમાં સોરઠીયા ફળીયામાં રહેતા ૬૩ વર્ષીય વૃદ્ઘા કંકુબેન બામણીયાને ગઈકાલે કોરોના પોઝિટિવ ડિટેકટ થતાં અંજાર શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૪ થઈ છે. ગઈકાલે દહેગામથી આવેલા એક દર્દી ભદ્રેશ પોપટલાલ શાહને પણ કોરોના પોઝિટિવ આવતાં હવે કચ્છમાં કુલ દર્દીઓ ૧૦૯ અને ૩ કંડલાના ક્રુ મેમ્બર સહિત ૧૧૨ થયા છે.

જોકે, ૩ ક્રુ મેમ્બર પૈકી ૨ સ્વસ્થ થઈ જતાં ગઈકાલે રજા આપી દેવાઈ છે. તો, બીએસએફના ૪ જવાનો પણ સ્વસ્થ થઈ જતાં તેમને ગઈકાલે રજા આપી દેવાઈ છે. કચ્છમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને ૭૯ થયો છે. અત્યારે ૨૩ જણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.(

(11:47 am IST)