Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

પોરબંદર પાસે ચોરાઉ મોટર સાયકલ સાથે કોયાણાનો હેમત મકવાણા ઝડપાયો

પોરબંદર તા. ૧૭: પોલીસે ટી-પોઇન્ટ પાસે વોચ ગોઠવતા ચોરાઉ મોટર સાયકલ સાથે કોયાણાના હેમત ભોજાભાઇ મકવાણાને પોલીસે પકડી પાડયો હતો આ મોટર સાયકલ અણીયારી ગામેથી ચોરી કર્યાનું આરોપીને કબુલાત આપી હતી.

અણીયાળી ગામના અબ્દુલભાઇ મુસાભાઇ રાનિયા એ પોતાનું હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં. જીજે૩ડીબી ૯૦૮૧ કિંમત રૂપિયા ર૦૦૦૦/-નું પોતાના ઘરની બહારથી રાત્રીના સમયે કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયેલ બાબતે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોરબંદરાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા ચોરીની તપાસ કરીને ગુન્હો ડિટેકટ કરવા સઘન સુચના આપેલ. જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે. સી. કોઠીયાના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર બી. એસ. ઝાલા તથા સ્ટાફના સી. ટી. પટેલ, હિમાન્શુભાઇ મકકા, સંજયભાઇ બાબરીયા, ઉદયભાઇ વરૂ, કાનાભાઇ કરંગીયા, મેરામણભાઇ વરૂ વગેરે સ્ટાફ દ્વારા સઘન તપાસ કરી વાહન ચેકીંગ ગોઠવતા જામનગર ટી-પોઇન્ટ પર હેમત ભોજાભાઇ મકવાણા રહે. કોયાણા વાળો શંકાસ્પદ હાલતમાં હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર પ્લેટ કાઢી નાખેલી હાલતમાં લઇને નિકળતા પોકેટ કોપની મદદથી ખરાઇ કરતા મોટર સાયકલ અબ્દુલભાઇ મુસાભાઇ રાનિયાના નામનું હોય જે ગુન્હામાં ગયેલ મુદામાલનું જ મોયર સાયકલ હોય તે અંગે પુછપરછ કરતાં મોટર સાયકલ અણીયાળી ગામેથી ચોરી કર્યાની કબુલાત કરતા મજકુરને ગુનાના કામે અટક કરી ધોરણસરની કાર્યવાહી ધરવામાં આવેલ છે.

(11:46 am IST)