Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

સાવરકુંડલા કોવીડ સેન્ટરની મુલાકાતે પાલિકા ઉપપ્રમુખ નાકરણી

સાવરકુંડલા : લલ્લુભાઇ શેટ આરોગ્ય મંદિર દ્વારા ચાલતી એકમાત્ર સંસ્થા જે કોરોના દર્દીની તમામ પ્રકારની સારવાર આ કોવીડ સેન્ટરમાં નિઃશુલ્ક ચાલી રહી છે ત્યારે આ કોવીડ સેન્ટરની મુલાકાતે પાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરણી, પાલિકાના સદસ્યો પીયુષભાઇ મશરૂ, કમલેશભાઇ રાનેરા, જીજ્ઞેશભાઇ ટાંક સાથે રહીને કોરોના દર્દીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ડોકટરો સાથે જરૂરી ચર્ચા કરી આ સંસ્થા માટે પાલિકા દ્વારા થતા તમામ કામગીરીની જયારે જરૂર હોય ત્યારે સેવાઓ પુરી પાડવા તત્પરતા બતાવી હતી.(તસ્વીર - અહેવાલ : દિપક પાંધી, સાવરકુંડલા)

(1:11 pm IST)