Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

બાબરામાં વિસ્ફોટક પદાર્થની હેરાફેરીઃ મુસ્લિમ શખ્સ ઝડપાયો

જીલેટીન સ્ટીક, ઇલેકટ્રીક ડીટોનેર સહિતનો મુદ્દામાલ જપ્તઃ અન્ય શખ્સોની સંડોવણી મુદ્દે તપાસનો ધમધમાટ

અમરેલી તા.૧૭: બાબરામાં ચમારડી ઝાંપો વિસ્તારમાં રહેતો અને ભંગારનો વ્યવસાય કરતો છે હુસેન અલી મહમદ અલી કપાસી નામના હોરા મુસ્લીમ શખ્સને પોલીસે પેટ્રોલ પંપ દરેડ રોડ ચોકડી પાસે હોન્ડા મોટર સાયકલ અટકાવી તપાસ કરતા તેની પાસેથી વિસ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટોક ૨૦૩, ઇલેકટ્રીક ડીટોનેર ૧૯૦ નંગની હેરા ફ્રેરી કરતા ઝડપી લીધો હતો.

આ પદાર્થની કયા ઉપયોગમાં લેવાનો હતો કોણે મગાવ્યો હતો કયાથી આવ્યો આ શખ્સની સાથે બીજુ કેટલા સંપર્કમાં છે સહીત અનેક બાબતો અંગે પોલીસ જીણવટ ભરી તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સનસનાટી મચી જવા પામી છે.

વડીયાના દેવળામાં ચોરી

વડીયા પંથકના દેવળામાં રહેતા વિપુલ દાનાભાઇ રાઠોડની ગેસ એજન્સીની ઓફીસમાં શટરના તાળા તોડી કોઇ અજાણ્યા ટોલા તસ્કરો પ્રવેશ કરી રોકડ રૂપિયા ૧૯૦૦૦ની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ થવા પામી હતી.

ચોરી

સાવરકુંડલાના ખોડીયાણામાં રહેતા વિનુનાથાભાઇ મોરની વાડીમાં રાખેલ કોપર વાયર કિ.રૂ.૯૨૦૦નો કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ થવા પામી હતી.

બસનું વ્હીલ વૃધ્ધ ઉપર ફરી વળ્યુ

જાફરાબાદના ખાલસા કંથારીયામાં રહેતા હરીભાઇ અરજણભાઇ રાદડીયા નામના વૃધ્ધ ઘરની ડેલી પાસે ઉભા હતા ત્યારે અચાનક ચકકર આવતા પડી જતા ત્યાંની એસટી બસ બગસરા મહુવા રૂટની નિકળતા પાછળનું વ્હીલ નીચે અગદાઇ જતા તેનું મોત નિપજયાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી

(1:17 pm IST)