Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ઓખામાંથી ર રીઢા તસ્કર ઝડપાયાઃ દેવભુમી દ્વારકા જીલ્લાની ૬ ચોરીનો ભેદ ઉકેલાયો

ખંભાળીયા તા. ૧૭ : દેવભુમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ નાઓના લાંબા સમયથી મિલ્કત વિરૂદ્ધના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેઓના માર્ગદર્શન અને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ એમ.ડી.ચંદ્રાવાડીયાનાઓની સુચના મુજબ એલસી.બી.ના પો.સ.ઇ. વી.એમ.ઝાલા તથા એલ.સી.બી.ના સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી  એલ.સી.બી.ની ટીમો દ્વારા પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.અઇા. ભરતસિંહ બી. જાડેજા અને પોલીસ હેડ કોન્સ. જેસલસિંહ જી. જાડેજાનાઓને સંયુકતમાં બાતમી રાહે કાદરભાઇ ઉર્ફે કાદરીયો અબ્દુલભાઇ સંધી અને ઇકબાલભાઇ ઉર્ફે અકીલ રફીકભાઇ જમાભાઇ કુરેસી સંધી રહે. ઓખા વાળાઓ મોટર સાઇકલ નં. જી.જે. ૩ એએફ-૩૯૦૮ લઇ દ્વારકા તરફ વેચવાની પેરવીમાં નીકળેલ છે તે મોટર સાઇલ પણ ચોરીનું હોવાની હકીકત આધારે નીચે મુજબના ચોરીના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી માટે ઓખા મરીન પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.

પોલીસે કાદરભાઇ ઉર્ફે કાદરીયો અબ્દુલભાઇ તુરક જાતે સંધી મુસ્લીમ ઉ.ર૧ રહેઓખા બર્માસેલ કવાટર્સ તા. દ્વારકા અને ઇકબાલભાઇ ઉર્ફે અકીલ રફીકભાઇ કુરેસી ઉ.રર રહે.ઓખા બર્મીસેલ કવાટર્સ ગરીબેનવાજ ચોક તા. દ્વારકાની ધરપકડ કરી છ.ે ઓખામાં રહેણાક મકાનની નજીકમાં ઓખા બમાસેલ કવાટર્સમાંથી સોના દાગીના (૧) સોનાનો ટીકો વજન ૩.પ૦ ગ્રામ કિ.રૂ.૮૭પ૦ (ર) જસોનાનું જુમર જોડી ૧ નંગ-ર વજન ૬ ગ્રામ કિ. રૂ.૧પ૦૦૦ (૩) કાનમાં પહેરવાની સોનાની બાલી જોડી-૧ નંગ-ર વજન ૦.૬પ૦ ગ્રામ કિ. રૂ.૧૬રપ (૪) શીવની ડીઝાઇનનું પેન્ડલ વજન ર ગ્રામ કિ. રૂ.પ૦૦૦ અને (પ) સોનાનું નાનુ ઓમ પેન્ડલ ઓમ ડીઝાઇનનું વજન ૦.પ૦ ગ્રામ કિ. રૂ.૧રપ૦ મળી કુલ રૂ. ૩૧૬રપ નો મુદામાલ કબ્જે કરેલ છે.

આજથી આશરે પાંચેક વર્ષ પહેલા ર૦૧પ ની સાલમાં ઓખા ભુંગામાં રહેતા હુસેનભાઇ સમાના ઘરમં ઉપરોકત નં. ૧ અને ર તથા બંનેનો મીત્ર નવાજભાઇ મોખા ત્રણેય મકાનમાં રૂમમાં કબાટાંથી રૂ. ૩,ર૦,૦૦૦ રોકડા તથા સોનાના પાટલા, તથા સોનાનો ચેન પેંડલ વાળો, સોનાની એરીંગ તથા સોનાની બે વીંટી વિગેરે દાગીના ચોરી કરેલ જેમાંથી ઉપરોકત નં.૧ પાસેથી તેના ભાગમાં રોકડા રૂ.૧ર૦૦૦૦ આવેલ તેમંથી રાજકોટથી હીરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ મોટર સાઇકલ નં. જીજે૩-એએફ-૩૯૦૮ નુ કિ.રૂ. રપ૦૦૦ નું ખરીદ કરેલ તે વાહન મોટર સાઇકલ તથા તેને હથીયારનો શોખ હોવાની ખંભાળીયામાં રહેતા અકરમ ઉર્ફે અકી ને હથીયાર ગોતી આપીશ તેમ સોદો થયેલ ઉપરોકત ચોરીના સોનાના દાગીના અકરમને વેચાતા આપેલ તે ખંભાળીયામાં રહેતો અકરમ ઉર્ફે અકકી અલીમામદ બ્લોચ જાતે મકરાણી ઉ.ર૬ રહે. એલ. આઇ. સી. ઓફીસ પાસે ગલીમાં સ્ટેશન રોડ ખંભાળીયા વાળાને એસ. ઓ. જી. દેવભૂમિ ગઇ તા. ર૧-૮-ર૦૧૮ ના કલાક ૧૭.૩૦ વાગ્યે સી. આર. પી. સી. કલમ ૪૧ (૧) ડી મુજબ અટક કરી આ ચોરીના દાગીનાના સોનાનો ઢાળીયો વજન ૭૦.૧૦૦ ગ્રામ કિ. રૂ. ૧,૭પ,૦૦૦ ગણી સી. આર. પી. સી. કલમ ૧૦ર મુજબ કબ્જે કરેલ જે સોનાનો ઢાળીયો ખંભાળીયા પો. સ્ટે.સેકન્ડ પાર્ટ મુ. પા. નં. ૧ર૪/૧૮ તા. ર૧-૮-૧૮ થી કબ્જે કરેલ તેમજ ઉપરોકત નં. ર નામવાળાના પાસેથી રોકડા રૂ. ૪૦,૦૦૦ મળેલ જે ચોરીના વાપરતા બચેલ રૂપિયા હોવાનું જણાવતા કબ્જે કરેલ છે.

આ ઉપરાંત સાડાચાર - પાંચેક વર્ષના સમય દરમિયાન સલમાબેનના મકાનની બારી તોડી રૂમમાંથી ગલ્લો તોડી તેમાંથી પરચુરણ રૂપિયા ૩૦૦૦ તથા લેડીઝ કપડા બે જોડી તથા એક ઇમીટેશન જવેલરીનો હાર ચોરી કરેલ.

ચારેક વર્ષના સમય દરમિયાન ઉપરોકત નં. ૧ નામવાળાએ ઘરની બાજુમાં રહેતા મુમતાજબેનના મકાને રાત્રીના મકાનનું તાળુ તોડી રૂમમાં રહેલ સ્ટીલનો ગલ્લોમાંથી આશરે બે અઢી હજાર રૂપિયાની ચોરી કરેલ. દશેક મહીના પહેલા ઉપરોકત નં. ૧ નામવાળો તથા તેનો મીત્ર નવાઝ મોખાએ ઓખા રેલ્વેના ગોડાઉનની સામે આવેલ ભંગારના વાડામાંથી ર૦ લીટર ડીઝલ ભરેલ કેરબો તથા પીતળનો ભંગાર પાંચેક કીલો ચોરી કરેલ આઠેક મહીના પહેલા ઉપરોકત નં. ૧ નામવાળો તથા તેનો મીત્ર નવાઝ મોખાએ રાત્રીના ઓખા જૂની બજારમાં ભંગારના વાડામાંથી પીતળનો ભંગાર જેમાં પા્રયમસના બર્નલ વિગેરે મળી આશરે છ કીલોની ચોરી કરેલ છે.

તેઓ બંધ ઘરમાં અને ભંગારના વાડામાં પ્રવેશ કરી રાત્રીની ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળા છે. અગાઉ મોબાઇલ ચોરીઓ કરવાની ટેવ ધરાવે છે.

આ કાર્યવાહી એલ.સી.બી.ના પીઆઇ એમ.ડી.ચંદ્રાવાડીયા, પીએસઆઇ વી.એમ. ઝાલા, એએસઆઇ ભરતસિંહ જાડેજા, અરવિંદભાઇ નકુમ, બીપીનભાઇ જોગલ એચસી અરજણભાઇ આહીર, દેવસીભાઇ ગોજીયા, અજીતભાઇ બારોટ, મસરીભાઇ ભારવાડીયા, અરજણભાઇ મારૂ, કેશુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા, જેસલસિંહ જાડેજા, બોઘાભાઇ કેશરીયા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને નરશીભાઇ સોનગરા પીસી સહદેવસિંહ જાડેજા, વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:17 pm IST)