Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

લીંબડીના જાંબુ ગામમાં પશુઓની કતલ કરીને અવશેષો કેનાલમાં ફેંકી દીધાઃ મછડા ગેંગના શખ્સો નાશી છૂટયા

વઢવાણ, તા.૧૭: સુરેન્દ્રગનગર લીંબડી તાલુકાના જાંબુ ગામમાં બે કારમાં પશુ ઉઠાંતરી કરતી મસડા ગેંગના બંદુકના નાળચે ૧૦ ગાય અને એક આખલાની ઉઠાંતરી કરી ફરાર થઈ જતાં જાંબુ ગામમાં ખભબળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લામાં પશુ તસ્કર ટોળકી સક્રિય છે. મસડા ગેંગના નામથી ઓળખાતી આ કુખ્યાત ટોળકી રાતના અંધારામાં કાર લઈને ગામડાઓમાં ત્રાટકે છે અને પશુઓને ઉઠાવી જાય છે. ગતરાતે લીંબડી તાલુકાના જાંબુ ગામમાં બે કાર લઈને મસડા ગેંગના સભ્યો ત્રાટકયા હતા. માલધારીઓને બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી ૧૦ ગાયો અને એક આખલાની લૂટ કરી હતી. આ પશુઓની લૂંટમાં ઈનોવા, સ્કોર્પિયા અને આઈ ટેવીન્ટી ગાડીઓનો ઉપયોગ મછડા ગેંગ દ્રારા કરવામાં આવેલ. દરમ્યાન ગ્રામજનો એકઠા થઈ જતા પકડાઈ જવાની બીકે મછડા ગેંગ એક કાર મૂકીને નાસી છૂટયા હતાં.

આ બનાવની જાણ થતાં દ્યટના સ્થળે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસ કાફલો જાંબુ ગામમાં ધસી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.

(1:14 pm IST)