Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

જસદણ-વિંછીયા મહિપરી યોજનાની પાઇપ લાઇનમાથી મીટર વગર ડાયરેકટ પાણી ચોરીનું કારસ્તાન

તપાસ કરવા વિંછીયા તાલુકા ભાજપ માલધારી સેલના પ્રમુખ ઉકાભાઇ રબારીની માંગણી

તસ્વીરમાં પાણી ચોરી થતી નજરે પડે છ.ે (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી-જસદણ)

 

જસદણ તા. ૧૭ : જસદણ-વિંછીયા મહિપરી યોજનાનુ પાણી વિતરણ કરતી એજન્સીના જવાબદાર રમેશ હિરપરાની સ્કુલમાં બિનઅધિકૃત રીતે પાણી કનેકશન લેવાથી વિરનગર તથા આસપાસના વિસ્તારોમાં પુરતુ પાણી ન મળતા આ પાણી ચોરી મુદ્દે તપાસ કરવા ભાજપ વિંછીયા તાલુકા ભાજપ માલધારી સેલના પ્રમુખ ઉકાભાઇ રૂડાભાઇ રબારીએ વિજયભાઇ રૂપાણી, કુંવરજીભાઇ બાવળીયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર પાઠવીને કરી છે.

આ અંગે ઉકાભાઇ રબારીએ વધુમાં જણાવ્યું છે કે, દુષ્કાળગ્રસ્ત લોકોને પુરતુ પાણી મળતું નથી અને અન્ય લોકો પાણી ચોરી કરીને ભર ઉનાળામાં લોકોને પાણીથી વંચિત રાખે છ.ે

ઉકાભાઇ રબારીએ વધુમાં જણાવ્યું હતું કે પાણી વિતરણ કરતી એજન્સી સામે તપાસ કરીને તેને બ્લેક લિસ્ટમાં મુકીને પૈસાની રીકવરી કરીને તાલુકાના લોકોને ન્યાય આપવા માંગણી કરી છે.

આ સ્કુલ સિવાયની બીજા પણ એક શૈક્ષણિક સંકુલમાં અને હાલ ચાલી રહેલા બાંધકામમાં પણ ગેરકાયદેસર કનેકશન ચાલુ હોવાથી દરરોજ ૧૦ થી ૧ર લાખ લીટર પાણીની ચોરી આ ત્રણ જગ્યાએ થતી હોવાનું ચર્ચાય રહ્યું છે.

જાણવા મળ્યા મુજબ આ ગેરકાયદેસર કનેકશન તાકીદે કાપી નાખવા એક એજન્સીને સુચના આપવા છતા આટકોટના મોટા માથાના બે કનેકશનો હનુ સુધી કપાયા ન હોય પાણી વિતરણ કરતી એજન્સી સંચાલકને બે મહિનાનો આરામ આપી દેવામાં આવ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે.

(1:13 pm IST)