Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

જુનાગઢ, મહાનગરપાલિકા તથા ગુજરાત એનર્જી.ડેવલોપમેન્ટના સંયુકત ઉપક્રમેઉર્જા બચત અંગેનો વર્ક શોપ યોજાયો

જુનાગઢઃ મહાનગરપાલિકા ખાતે 'એનર્જી કન્ઝર્વેશન બિલ્ડીંગ કોડ (ઇસીબીસી) ફોર કોમર્શિયલ બિલ્ડીંગ્સ'ના વિષય પર ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (જીઇડીએ) અને પ્રાઇઝ વોટર હાઉસ કુપર દ્વારા બ્યુરો ઓફ એનર્જી એફિસીયન્સી (બીઇઇ)ના  સહકારથી એક દિવીય ટ્રેનીંગ) પ્રોગ્રામ રાખવામાં આવેલ.બીઇઇ ની અમલીકરણનો હેતુ કોમર્શિયલ બિલ્ડીંગ દ્વારા વપરાતી ઉર્જા (એસી, લાઇટ, પંખા, ગીઝર, હિટર્સ, પમ્પીંગ વિ.)ની બચત અર્થે બાંધકામની ડિઝાઇન (વિન્ડો, વોલ, ગ્લાસ, રૂફ, બિલ્ડીંગ મટીરીયલ્સ વિ.) માં જરૂરી ફેરફાર કરવા તથા બીઇઇ માન્ય સ્ટાર રેટીંગના ઇલેકટ્રીક સાધનોનો વપરાશ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો હેતું છે ઇસીબીસી ના અસરકારક અમલીકરણ અર્થે જીઇડીએ દ્વારા તકનીકી માર્ગદર્શન તથા જનજાગૃતિના કાર્યક્રમ હાથ ધરી દરેક કક્ષાએ સંલગ્ન વિભાગોની સાથે વિચાર વિમર્શ તથા સુચનો મેળવી ટુંક સમયમાં બિલ્ડીંગ કોડ અમલી કરવામાં આવશે.

(1:12 pm IST)