News of Thursday, 17th May 2018

ટંકારામાં પાણી પ્રશ્ને આંદોલન ઉગ્ર થવાના એંધાણ, જરૂર પડયે તાલુકાના વિવિધ ગામના સરપંચો-લોકો પણ જોડાશે

ભરઉનાળામાં ચોથા-પાચમાં દિ'એ વિતરણઃ હાડમારી એક દિ'ની નહિ, ૩૬૫ દિ'ની હોવાનો સુર : ત્રીજા દિ'એ પ્રવેશ્યું: ફિલ્ટર પ્લાન્ટ માટેની ગ્રાન્ટ મુદે લડી લેવાનો માજી સરપંચ ધર્મેન્દ્રભાઇ ત્રિવેદીનો હુંકાર

ઉપવાસ આંદોલનમાં જોડાયેલા સરપંચ , ઉપસરપંચ સહિતના દર્શાય છે.(તસ્વીર-અહેવાલઃ હર્ષદરાય કંસારા)

ટંકારા તા.૧૭: અહીંયા ફિલ્ટર પ્લાન્ટ માટેની ગ્રાન્ટ અને વ્યવસ્થિત રીતે નિયમિતપણે પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવાની માંગણી સાથે ચાલી રહેલા આંદોલનને ત્રીજો દિવસ છે.. જરૂર પડયે તાલુકાના વિવિધ ગામના સરપંચો, લોકોએ પણ જોડાવાની આપતા ઉકેલ નહિ આવેતો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવા એંધાણ વર્તાવા લાગ્યા છે.

આ અંગે જાણવા મળ્યાનુંસાર ટંકારા વાસીઓના લાભાર્થે મંજુર કરાયેલ પાણી પુરવઠા યોજન માટે ગ્રાન્ટ ફાળવવાના પ્રશ્ને માજી સરપંચ ધર્મેન્દ્રભાઇ ત્રીવેદી અને વર્તમાન સરપંચ, ઉપસરપંચ સભ્યો દ્વારા અચોકકસ મુદતના ઉપવાસ શરૂ કરાયેલ છે. જેમા શેરી ગલી, સોસાયટી તથા ...માં લોકો ઉપવાસ છાવણીની મુલાકાત લઇ પોત-પોતાનો ટેકો જાહેર કરી રહેલ છે.

માજી સરપંચ ધર્મેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે વીસ હજાર ની વસ્તીને ગ્રામ પંચાયત દ્વારા નર્મદા પાણી યોજના આધારિત પીવાનું પાણી આપવામાં આવે છે. પાઇપ લાઇનમાં દોઢસોથી વાલ્વ છે. એકએક વાલ્વ ખોલી વારાફરતી જુદાજુદા વિસ્તારમાં પાણી આપવામાં આવે છે.

લોકોને આવા ઉનાળામાં દર ચોથા પાંચમા દિવસે ફકત વીસ થી ત્રીસ મિનીટ પાણી પુરૂ પડાય છે.

વધુમાં કહયું હતું કે, અત્યારે કાળઝાળ ગરમીમાં તાપમાન ૪૨ ડિગ્રીકે ૪૪ ડિગ્રી હોય તો પણ ખરે બપોરે બે વાગ્યે પાણી  અપાય છે. તો રાત્રીના લોકોના ઘરના દરવાજા ખટખટાવી, જગાડી પાણી નળ વાટે આપવામાં આવે છે. ત્યારે આવી પરિસ્થિતિ મુજબ ચોવીસ કલાક પાણી વિતરણ કરી, લોકોને ચોથા પાંચમા દિવસે પાણી મળે છે... પણ હાડમારી એક દિવસની નથી. શિયાળો, ઉનાળો, ચોમાસું ૩૬૫ દિવસની હોવાનો સુર સોૈ ગ્રામજનોમાં સંભળાઇ રહયો છે.

દરમિયાન ઘણા જાગૃત નાગરિકો તો એમ પણ કહી રહયા છે કે સમિતિની બેઠકને એક વર્ષ વિતી જવા છતા પણ સરકારના પંચાયત વિભાગ દ્વારા પાણી પુરવઠા તથા ગટર બોર્ડને કોઇપણ ગ્રાન્ટ ફાળવાઇ કેમ નથી?

જોકે માજી સરપંચ ધર્મેન્દ્રભાઇએ ગાંધીનગર ના અધિકારીઓ પદાધિકારીઓને ટંકારાની પ્રજાની જાતે પરિસ્થિતિ નિહાળવાનું પણ આમંત્રણ આવેલ છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ તાલુકાના સરપંચ એશોસીયેશનના ઉપપ્રમુખ દિનેશભાઇ એમ. વાઘરીયા દ્વારા તાલુકાના સરપંચ એશોસીએશન નો ઉપવાસ આંદોલન ને ટેકો જાહેર કરાયો છે.

ટંકારાની પ્રજાને શુધ્ધ્ પાણી પુરૂ પાડવાની યોજના માટે તાત્કાલીક ગ્રાન્ટ ફાળવવા માંગણી પણ ચોતરફ થઇ રહી છે.

(12:49 pm IST)
  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST

  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST

  • બીટકોઈન કૌભાંડ મામલે નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરન્ટ નીકળ્યુ અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટે કર્યુ વોરન્ટ ઈસ્યુ access_time 6:11 pm IST