Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ધોરાજીના પાટણવાવ પાસેથી ઝડપાયેલા લાખો રૂપિયાના દારૂ પ્રકરણમાં જામીન નામંજૂર

ધોરાજી તા.૧૭ : પાટણવાવ પીએસઆઇ ગોહિલ તરફથી મોટી રકમનો વિદેશી દારૂ પકડવામાં આવેલ અને આ ગુનામાં હમીર ઉર્ફે હમીરભાઇ તરફથી ધોરાજીના એડીશ્નલ સેશન્સ જજ એચ.એ.દવે સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી.

આ જામીન અરજીમાં સરકારી વકીલ કાર્તિકેય પારેખની દલીલોને ધ્યાને લઇને નામદાર અદાલતના નવનિયુકત સેશન્સ જજ એચ.એમ.દવે સાહેબે જામીન અરજી રદ કરતા નોંધ્યુ હતુ કે, આ આરોપી સામે જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશન અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે અને સમાજમાં દારૂ અને નશાબંધી માટે આવા ગુનાઓ અટકાવવામાં ન આવે તો તેને પ્રોત્સાહન મળે. જામીન ઉપર છોડતા સમાજ પર વિપરીત અસર પડે છે. તમામ સંજોગોમાંની અને આરોપીના જામીન રદ કર્યા હતા. આ તકે પીએસઆઇ શ્રી ગોહિલે પણ હાજર રહીને જણાવેલ કે તેઓએ આરોપીની કોલ ડિટેઇલના આધારે પણ તપાસ કરેલ છે અને આરોપી કોના કોના સંપર્કમાં હતો તે લોકોને ગુન્હાની સંડોવણી અંગે પુછપરછ કરી અને ધરપકડ કરવાની છે.

(11:55 am IST)