Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

વિસાવદરના આંબાજર ડેમમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાની ભુપૃષ્ટ સંરચના ઢોળાવ વાળી હોય આ તાલુકામાં વરસાદી જળ સડસડાટ વોકળા વાટે નદીમાં થઇને સાગરની વાટ પકડી લે છે. ત્યારે આ તાલુકાના જળસંકટને પારખીને રાજય સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત આપાગીગાના પવિત્ર તિર્થ સ્થળ નજીક આવેલ આંબાજળ ડેમને નવસાધ્ય કરી તેમાં વરસાદી જળરાશીને વધારે સંગ્રહીત કરી શકાય તે માટે ડેમની અંદર ભરાયેલ કાંપને કાઢવાનાં કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપા અધ્યક્ષ કીરીટભાઇ પટેલ, પુર્વ કૃષિ મંત્રીશ્રી કનુભાઇ ભાલાળા, પુર્વ સંસદિય સચિવશ્રી એલ.ટી.રાજાણી, અગ્રણીશ્રી હિરેન સોલંકી, શ્રી બાબુભાઇ સાવલીયા, શંભુભાઇ ઝાલાવડીયા, રતીભાઇ સાવલીયા, અશોકભાઇ વદ્યાસિયા, દ્યનશ્યામભાઇ ડોબરીયા, દિપકભાઇ ડોબરીયા સહિત આજુબાજુનાં ગ્રામ આગેવાનો, ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ખેડુતોએ જળરાશીને સંગ્રહીત કરવાનાં સરકારશ્રીના કાર્યને બિરદાવી જણાવ્યુ હતુ કે જો જળ હશે તો ખેતી સમૃધ્ધ બનશે અને ખુડુતોના હીતની ખેવના સરકારે સેવી એ અમારે માટે ખુશીની વાત છે.(અહેવાલ, વિનુ જોષી, તસ્વીરઃમુકેશ વાઘેલા. જુનાગઢ)

(11:44 am IST)