News of Thursday, 17th May 2018

યુવતી આત્મહત્યા પ્રકરણમાં બે PSI વિરૂદ્ધ ફરિયાદ થઇ

વિસાવદરના બે પીઆઈ સામે એફઆઇઆર :ગુનામાં સંડોવાયેલા બે પોલીસ કોન્સ્ટેબલ અને બે મહિલા કોન્સ્ટેબલ વિરૂધ્ધ પણ ફરિયાદ દાખલ થાય તેવી શકયતા

અમદાવાદ,તા. ૧૭ :જૂનાગઢ જિલ્લાનાં વિસાવદરમાં પોલીસનાં ત્રાસથી યુવતીની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં આખરે ૨૪ કલાક બાદ સ્થાનિક પોલીસે  આ કેસમાં કથિત સંડોવણી ધરાવતાં અને જવાબદાર મનાતા બે પીએસઆઇ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. યુવતીની આત્મહત્યા પ્રકરણમાં પીએસઆઇ વી ટી પરમાર, આર કે સાનિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કલમ ૩૦૬ અને કલમ ૩૨૩ મુજબ બંને પીએસઆઇ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવતાં રાજયભરના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. નોંધનીય છે કે, જાહેરજનતાની ફરિયાદ નોંધતી પોલીસ જ હવે ફરિયાદના હાંસિયામાં સમાવેશ પામતી જાય છે, જે પોલીસતંત્ર માટે પણ બહુ શરમજનક વાત કહી શકાય. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, જૂનાગઢનાં વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. પોલીસ દ્વારા ટ્રાફિકનાં પ્રશ્ને પિતાને માર મારતા યુવતી આશિયાના રઝાકભાઈ મોદીએ (ઉ.વ.૧૮) તાજેતરમાં પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા કરી હતી. મહત્વનું છે કે પિતા રઝાકભાઈને ટ્રાફિક અડચણને કારણે માર મારતા પિતાને બચાવવા આવેલ આશિયાનાએ પોલીસના અત્યાચાર અને જુલ્મથી ત્રસ્ત થઇ પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. નોંધનીય વાત તો એ હતી કે, પિતા રઝાકભાઇને ટ્રાફિક અડચણને કારણે પોલીસ દ્વારા માર મારવામાં આવતાં પુત્રી આશિયાના પોલીસ સ્ટેશન ગઇ હતી. ત્યાં પહેલીવારનાં બનાવમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આશિયાનાને પણ વાળ ખેંચીને ઢોર માર માર હતી અને તેને જાહેરમાં હડધૂત કરવામાં આવી હતી. પોલીસના આ અમાનવીય વર્તનના કારણે લાગી આવતાં આશિયાનાએ ઝેરી દવા પી પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા કરી લીધી હતી. જો કે, તેને ગંભીર હાલતમાં ૧૦૮ મારફતે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં તેનું મોત નીપજયુ હતું. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પરિવારજનોએ પોલીસના અત્યાચારને લઇ પુત્રીના મોતની ઘટનાને લઇ ભારે હોબાળો મચાવ્યો હતો અને તેણીનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિવારજનોએ આ પ્રકરણમાં જવાબદાર પોલીસ સામે ફરિયાદ દાખલ કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી, જે જૂનાગઢ એસપી દ્વારા આખરે સ્વીકારાતાં પરિવારજનોએ પુત્રીનો મૃતદેહ સ્વીકાર્યો હતો. આ પ્રકરણમાં બે પીએસઆઇ વિરૂધ્ધ ફરિયાદ દાખલ થયા બાદ આ ગુનામાં સંડોવાયેલા બે પોલીસ કોન્સ્ટેબલ અને બે મહિલા કોન્સ્ટેબલ વિરૂધ્ધ પણ ફરિયાદ દાખલ થાય તેવી શકયતા છે.

(8:29 pm IST)
  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • વિધાનસભા બહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેખાવો : ભાજપ પોતાની પોકળ જીત પર ખુશી મનાવતી હશે, દેશ લોકતંત્રની હાર પર શોક મનાવશે : રાહુલ ગાંધી access_time 10:57 am IST