News of Thursday, 17th May 2018

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ૨૨-૨૩ સૌરાષ્ટ્રમાં

સંગઠન-વિવિધ કાર્યક્રમોમાં હાજરી

રાજકોટ, તા. ૧૭ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન તથા શહેર-જિલ્લા તાલુકા સંગઠન નવુ કલેવર ધારણ કરવા જઈ રહ્યુ છે ત્યારે જુનના અંતિમ દિવસોમાં રાહુલ ગાંધી બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આગોતરા આયોજન તથા સંગઠનને મજબુત કરવા તથા વિવિધ કાર્યક્રમોમા હાજરી આપવા રાજ્યના પ્રભારી રાજીવ સાતવ આગામી ૨૨ તથા ૨૩ મે ના રાજકોટ આવી રહ્યા છે.

રાજીવ સાતવ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ જીલ્લાની મુલાકાતે પણ જશે. રાજીવ સાતવ વિધાનસભા ચૂંટણી સમયે સૌરાષ્ટ્ર-કચ્છના સહપ્રભારી હતા અને તમામ જીલ્લામાં લાંબુ રોકાણ કરી ચૂકયા છે ત્યારે હવે રાજ્યના પ્રભારી પદે નિમાયા બાદ પ્રથમવાર સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે.

રાજ્ય પ્રભારી રાજીવ સાતવનું ભવ્ય સ્વાગત અને સન્માન થશે. આ ઉપરાંત તેમના વડપણ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના સંગઠનને વધુ મજબુત કરવા તથા આગામી ૨૦૧૯માં સૌથી વધુ લોકસભા બેઠક ભાજપ પાસેથી આંચકી લેવાની તક છે તેને ઝડપી લેવા માટે આગોતરૂ આયોજન થશે તથા સંભવત રાહુલ ગાંધી જૂન અંતમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવવાના હોય કાર્યક્રમની ગોઠવણો પણ થશે.(૨-૫)

(11:03 am IST)
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST