Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

સ્‍ટાર ક્રિકેટર રવિન્‍દ્ર જાડેજાના મોટા બાપુનું ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે અવસાન

ધ્રોલઃ તાલુકાના હાડાટોડા ગામે કિક્રેટર રવિન્‍દ્રસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના મોટા ભાઈ એવા જયુભા ગુમાનસિંહ જાડેજા આશરે ઉ.વ. ૫૭  દુઃખનુ અવસાન થયેલ હોવાનું  કિક્રેટર રવિન્‍દ્ર જાડેજાના કૌટુંબિક પરિવારના ધ્રોલ તાલુકા પંચાયત ઉ.પ પ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું. રવિન્‍દ્રસિંહ જાડેજાના મોટાબાપુનુ ધ્રોલ તાલુકાના હાટાટોડા ગામે અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરી જતા શોકનુ વાતાવરણ છવાયું છે.(સંજય ડાંગર, ધ્રોલ)

(3:53 pm IST)