Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

જેતપુરના રપ વર્ષ પૂર્વેના મર્ડર-લૂંટમાં વોન્‍ટેડ આરોપીને યુપીથી દબોચી લેવાયો

પકડાયેલ મીનલેશને કોર્ટમાં રજૂ કરાશેઃ સીટી પીઆઇ એ. ડી. પરમાર પકડાયેલ આરોપી મીથીલેસની તસ્‍વીર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૭ :.. શહેરના ચંદ્રમૌલેશ્વર મંદિર સામે આવેલ કારખાનાના પગીની હત્‍યા કરી ટેબલના ખાનામાંથી રોકડ રૂપિયા તેમજ બાઇક મળી રૂા. ૩૯ હજારની લૂંટ કરી રપ વર્ષ પહેલા નાસી છૂટેલ બે શખ્‍સો માંથી એક શખ્‍સને સુરત પીસીબીએ પકડી પાડી શહેર પોલીસને સોંપતા આગળની કાર્યવાહી માટે પોલીસ કોર્ટમાં રજૂ કરશે.

બનાવની વિગત એવી હતી કે ગત તા. ર૬-૧૦-૧૯૯૯ ના રોજ ચંદ્રમૌલીશ્વર મંદિર સામે આવેલ જયગણેશ સીમેન્‍ટ પ્રોડકટ નામના કારખાનાની બાજુમાં આવેલ કારખાનામાં પગી તરીકે કામ કરતા દેવજીભાઇ હરજીભાઇ (રહે. સકડીપરા, એકલા હતા ત્‍યારે રાત્રીના બે શખ્‍સો મીથલેશ તેમજ મહેન્‍દ્ર નામના (રહે. મુખ્‍ય યુ. પી.) એ દેવજીભાઇને હાથ-પગ બાંધી માર મારી હત્‍યા નીપજાવી કારખાના ના ટેબલમાં રાખેલ ૬,૬૦૦ રોકડા, તેમજ બાઇક હોન્‍ડા મળી કુલ રૂા. ૩૯,૦૦૦ ની લૂંટ કરી નાસી છૂટેલ હોય તેમને ખાસ ઓપરેશન પાર પાડી સુરત પીસીબી એ ડાકુના ખોફનાક વિસ્‍તાર દુઆ માંથી મીથલેશને પકડી પાડી જેતપુર પોલીસને સોંપતા પોલીસે તેની આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી સીટી પી.આઇ. એ. ડી. પરમારે હાથ ધરી છે.

 

(2:41 pm IST)