Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

વૈદિક સંસ્‍કળતિને ઉજાગર કરતી સંસ્‍થાનું જામનગર હિન્‍દુ સેનાએ સન્‍માન કર્યું

જામનગર : જામનગરમાં હરિયા સ્‍કૂલમાં લીલાવંતી નેચરોપેથી સેન્‍ટર લાખાબાવળ અને સંસ્‍કળતિ આર્ય ગુરુકુલમ દ્વારા સેમિનારનું આયોજન થયું હતું. સંસ્‍કળતિ આર્ય ગુરુકુલમ છેલ્લા ઘણા વર્ષોથી વારાણસીના પ્રસિદ્ધ આચાર્ય પૂ. વિશ્વનાથ ગુરુજીએ વૈદિક પેરેન્‍ટિંનંગનું જ્ઞાન સૂત્ર બંધ રીતે ૧૮ રાજ્‍યો તેમજ ચાર દેશો માં ચલાવેલ છે જે એક વૈદિક પરંપરાના આપણી ભારતીય સંસ્‍કળતિને જાળવવાનું કાર્ય ચલાવી રહ્યા છે જેના ભાગરૂપે રાજકોટથી પધારેલ ડો. મેહુલ આચાર્યના માર્ગદર્શનથી જામનગરમાં પણ સેમિનાર યોજાયો હતો જે સેમિનારમાં હિન્‍દુ સેના ગુજરાત અધ્‍યક્ષ પ્રતીક ભટ્ટ તથા કર્ણાવતી થી આવેલા હિન્‍દુ સેનાના લીગલ એડવાઈઝર નીરલ ઝાલા (એડવોકેટ) દ્વારા આચાર્યને વિશેષ સન્‍માનિત કરેલ તેમજ હિન્‍દુ સેનાના વિભાગ અધ્‍યક્ષ અશોકભાઈ સોલંકી, મંત્રી મયુરભાઈ ચંદન, જયપાલસિંહ રાઠોડ, સહદેવન મકવાણા, વિઠ્ઠલભાઈ ધોળકિયાની સાથે રહી વૈદિક સંસ્‍કળતિને ઉજાગર કરતી સંસ્‍થાના જવાબદારો સાથે સામુહિક વાર્તાલાપ  કરેલ હતો. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:55 pm IST)