Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

લાંબા ગામ પાસે કારે ઠોકર મારતા દાનેવ વિદ્યાલયના શિક્ષક અને આચાર્યના મોતઃ બાઇક ઉપર જતા'તા

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૭: દ્વારકા જિલ્લાના હર્ષદ પાસેના લાંબા ગામ પાસે ગઈ કાલે રાત્રે દાનેવ વિદ્યાલય શાળાના શિક્ષકો પોરબંદર પાસેના વિસાવાડા માં યોજાયેલા એક કાર્યક્રમમાંથી બાઈક લઈને પરત આવતા હતા ત્‍યારે લાંબા બાયપાસ પાસે સામેથી રોંગ સાઈડમાં આવતી એક કારએ ઠોકર મારતા વિદ્યાલયના ભરતભાઈ બંધીયા નામના એક શિક્ષક તથા તેની પાછળ બેઠેલા રાજેશભાઈ આરંભડીયા નામના શાળાના માધ્‍યમિકના આચાર્ય ને ગંભીર ઈજા થઈ હતી ભરતભાઈનું ઘટના સ્‍થળે મળત્‍યુ નીપજતા અને રાજેશભાઈ ને પોરબંદર લઈ જતા ત્‍યાં સારવાર દરમિયાન હેમરેજ થતા મળત્‍યુ થયું હતું ભરતભાઈ બંધીયા ને ત્‍યાં થોડા દિવસ પહેલા જ પુત્ર જન્‍મ થયો હતો અને રાજેશભાઈ ખંભાળિયાના હરસિધ્‍ધિ નગરમાં રહેતા હતા ૨૨ વર્ષથી શાળામાં આચાર્ય હતા તથા સંતાનમાં એક પુત્ર બારમા ધોરણમાં અભ્‍યાસ કરે છે અને એક નાનકડી દીકરી હતી શાળાના ટ્રસ્‍ટીઓ રામભાઈ ચાવડા તથા આગેવાનો હોસ્‍પિટલ પોરબંદર પહોંચી અને મદદરૂપ થવા કામગીરી હાથ ધરી છે

(1:54 pm IST)