Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

જાફરાબાદ જેટીથી દરિયામાં ટોકન લીધા વગર જતા બે બોટના કુલ સાત શખ્‍સો સામે ગુનો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૧૭ : જાફરાબાદ મરીનના જાફરાબાદ જેટીથી દરિયામાં ટોકન લીધા વગર ગયેલ ભદ્રકાલી બોટ રજી.નં. આઇએનડીજી જે ૧૪ એ મએમ ૧૨૫૭ના રમેશ દેવશીભાઈ શિયાળ, મગન દેવશીભાઇ શિયાળ, ઈશ્વર છગનભાઈ બારૈયા પકડાઈ જઈ બોટ માલિક હાજર મળી આવેલ ન હોય તમામ આરોપીઓએ નિયમનો ભંગ કરી ગુનો કર્યાની પીઆઈ ડી.એસ. ઇશ્રાણીએ જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે બીજી બોટ જય સિતારામ રજી.નં. આઈએનડી જી જે ૧૪ એમ ઓ. ૨૬૫૫ કૈલાસ ઈશ્વરભાઈ સોલંકી, સુકર ઉકાભાઈ સોલંકી, કવા બાવાભાઇ સોલંકી, બોટ માલિક શેઠ મહેશ રામજીભાઈ બાંભણીયા પકડાઈ જઈ બોટ માલિક હજાર મળી આવેલ ન હોય તમામ આરોપીઓએ નિયમનો ભંગ કરી ગુનો કર્યાની પીઆઈ બીએસ.ઈશ્રાણીએ જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:36 pm IST)