Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

અમરેલીમાં પત્‍ની પિયર રોકાવા જતાં પતિએ મારમાર્યો

સારૂ નહીં લાગતા ઢીકા પાટુ અને લાફા વડે માર માર્યાની ફરિયાદ

અમરેલી,તા. ૧૭ :  અમરેલી બહારપરા ખાટકી વાડ મંડોરા શેરીમાં રહેતી હિનાબેન એજાજભાઈ કાલવા ઉ.વ. ૨૭ના પતિ એજાજ હિનાબેનના મા-બાપને બોલવા રાજી ન હોય તેમ છતાં હિનાબેન પિયરમાં રોકવા ગયેલ અને તેના પતિને કહેલ કે તમે બરાબર રાખતા નથી અને મારજોડ કરો છો. તો હું જતી રહું ને તેમ કહેતા સારૂ નહીં લાગતા પતિએ એજાજે ગાળો બોલી ઢીકાપાટુ વડે મુંઢ મારમારી લાફો મારી માથામાં ધોકો મારી ગુનો કર્યાની અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સાવરકુંડલાના ઘોબા ગામે માતાએ યુવતિને ઠપકો આપતા એસીડ પીધું

સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામે રહેતી પારૂલબેન જયસુખભાઈ બારૈયા ઉ.વ.૨૨ને તેના માતાએ કામ અંગે ઠપકો આપતા પોતાને લાગી આવતા પોતાની મેળે બાથરૂમમાં પડેલ એસીડ પી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ અને આ બનાવ અંગે યુવતિના પિતા જયસુખભાઈ બાબુભાઇ બારૈયાએ વંડા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

અમરેલીમાં સાવરકુંડલાના

યુવાનનો મોબાઈલ ચોરાયો

અમરેલી પાણી દરવાજા પાસે સાવર કુંડલાના નિકુંજ દિનેશભાઈ કાલાવડીયા કામ માટે અમરેલી આવેલ અને સાંજના સાતેક વાગે બાઈક લઈ સાવરકુંડલા તરફ જતાં હતાં ત્‍યારે તેના પેન્‍ટના ખિસ્‍સામાંથી વીવો કંપનીનો રૂા.૯ હજારની કિંમતનો મોબાઈલ પડી જતાં કોઈ ચોરી ગયાની અમરેલીસિટી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.

સગીરાનું અપહરણ

લાઠી તાલુકાના ચાંવડ ગામની સીમમાં હિરાણા પાટી પાસેએમ.પી.ના શ્રમિક પરિવારની સગીરાને તા. ૧૪-૩-૨૪થી ૧૫-૩-૨૪ દરમિયાન કોઈ પણ સમયે એમપીના પ્રકાશ નવણાભાઈ બાંમણીયા આજથી એક મહિના પહેલા સગીરાનેલલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે લગ્નની લાલચ આપી વાલીપણામાંથી ભગાડી ગયાની સગીરાના પિતાએ લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(2:13 pm IST)