Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

અમરેલી જિલ્લામાં ત્રણ વાહનચાલકો સહિત ૧૨ નસેડીઓને ઝડપી પાડયા

જિલ્લામાં જુદા જુદા સ્‍થળોએથી દેશી દારૂના ૧૯ દરોડા પાડી ૬ મહિલાઓ સહિત ૧૭ શખ્‍સો મુદામાલ સાથે ઝાડપાયા

અમરેલી, તા. ૧૭ :  જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં અસામાજિક પ્રવળતિઓ ઉપર રોક લાગવવાપોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા અપાયેલ સુચના મુજબ જિલ્લામાં જુદા જુદા સ્‍થળોએ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ રાખેલ છે. અમરેલી જિલ્લામાં ત્રણ વાહન ચાલકો સહિત કુલ ૧ ૨ નસેડીઓને પોલીસે ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી લઈ સરભરા કરી જેલની હવા ખવડાવી હતી. જેમાં મરીન પીપાવાવ. સાવરકુંડલા રૂરલ, ખાંભા, બાબરા, લીલીયા, ડુંગર, અમરેલી, દામનગર અને જાફરાબાદ પોલીસે કાર્યવાહી કરી હતી. જયારે જિલ્લામાં દેશીદારૂના જુદા જુદા ૧૯ સ્‍થળોએ દરોડા પાડી છ મહિલાઓ સહિત ૧૭શખ્‍સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જેમાં દામનગર, ચલાલા, અમરેલી, મરીન પીપાવાવ, લીલીયા, જાફરાબાદ, બાબરા, વંડા, સાવરકુંડલા રૂરલ, લાઠી, સાવરકુંડલા, રાજુલા, અમરેલી રૂરલ, જાફરાબાદ મરીન પોલીસે કાર્યવાહી કરી હતી.

જાફરાબાદ ચિત્રાસર પ્‍લોટ વિસ્‍તારમાં ૧૪ બોટલ ઇંગ્‍લીશ દારૂ ઝડપાયો

જાફરાબાદ ચિત્રાસર પ્‍લોટ વિસ્‍તાર માંબિજલ રાણાભાઈ બાર યાને પોતાના મકાનમાંરાખેલ ઈગ્‍લીશ દારૂની જુદી જુદી બ્રાન્‍ડની ૧૪ બોટલ રૂા. ૧૦૫૦નાં મુદામાલ પોલીસે કબ્‍જે કર્યો હતો. જયારે રેઇડ દરમિયાન આરોપી હાજર મળી આવ્‍યો ન હતો

(1:25 pm IST)