Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રાણાવાવમાં પરવાના વિનાની પીસ્‍તોલ સાથે શખ્‍સ ઝડપાયો

પોરબંદર તા.૧૭: રાણાવાવમાં પરવાના વિનાની પીસ્‍તોલ લઇને જતો દીપસિંહ ઉર્ફે દીપુ નાગજણભાઇને  એલસીબીએ પકડીને હથિયારનો ગુન્‍હો નોંધીને કાર્યવાહી કરી છે.

એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. આર.કે. કાંબરીયા તથા એલસીબી સ્‍ટાફ પેટ્રોલીંગ દરમ્‍યાન હેડ કોન્‍સ. ગોવિંદભાઇ મકવાણા તથા પી.સી દુલાભાઇ ઓડેદરા ને મળેલ હકીકત આધારે રાણાવાવ સરકારી વિનયન કોલેજ પાસે રોડ ઉપરથી આરોપી દીપસિંહ ઉર્ફે દિપુ નાગાજણભાઇ માણેક (ઉ.વ.૪૩) રહે. મીયાણી ગામ બંદરવાળા પાસેથી ગે.કા. આધાર પરવાના વગર પોતાના કબ્‍જામાં ચાલુ હાલતની દેશી બનાવટની લોખંડની પીસ્‍તોલ (અગ્નિશત્ર) મેગેજીન વાળી જેની કિ.રૂ.૧૫,૦૦૦/- સાથે મળી આવતા આ દેશી બનાવટની પીસ્‍તોલ કબ્‍જે કરી આરોપી વિરૂધ્‍ધ રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં હથિયાર ધારાનો ગુન્‍હો રજી.કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગેરકાયદે પીસ્‍તોલ સાથે શખ્‍સને પકડવાની કામગીરીમાં  પોરબંદર એલસીબી ઇન્‍ચાર્જ પી.આઇ. આર.કે. કાંબરીયા, એએસઆઇ બટુકભાઇ વિંઝુડા, રાજેન્‍દ્રભાઇ જોષી, એચસી. ઉદયભાઇ વરૂ, ઉપેન્‍દ્રસિંહ જાડેજા, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, હિમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લખમણભાઇ ઓડેદરા, ડબલ્‍યુ નાથીબેન કુછડીયા તથા પીસી નટવરભાઇ ઓડેદરા, વિરેન્‍દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચોૈહાણ, જીતુભાઇ દાસા, ડ્રા.પીસી.ગોવિંદભાઇ માળીયા વિગેરે રોકાયેલ હતા.

(1:23 pm IST)