Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

બાબરા જીઆઇડીસીમાં સેલ ટેક્‍સ વિભાગે તપાસ કરવી જરૂરી

(દિપક કનૈયા) બાબરા,તા. ૧૭: ભાવનગર રોડ પર આવેલી જીઆઇડીસી વિસ્‍તારમાં દરરોજ હજારો રૂપિયાના બેનંબરી બીલ વગરના માલની હેરાફેરી થાય છે. મોટી રાત્રે ટ્રકો ખાલી કરવામાં આવે છે અને ભરેલા ટ્રકો પણ મોડી રાતે બહાર કાઢવામાં આવે છે બિલ વગરના સેલ ટેક્‍સની મોટા પાઢા ચોરી થઇ રહી છે. આ વિસ્‍તારમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યુ છે. અગાઉ પણ અખબારી અહેવાલો આવ્‍યા હોવા છતાં પણ તંત્રના પેટમાં નથી હલતુ જો સેલ ટેક્‍સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે તો હકીકત બહાર આવે તેમ છે.

(11:23 am IST)