Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

લોકો અસત્‍યની સામેના યુધ્‍ધમાં અમારી સાથે રહેશેઃ પરેશ ધાનાણી

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર, અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુંમર, જુનાગઢના ઉમેદવાર હીરાભાઇ જોટવા, જામનગરના ઉમેદવાર જે.પી. મારવીયા સહિતના આગેવાનો ખોડલધામ કાગવડ અને વિરપુર પૂ.જલારામબાપાના દર્શનેઃ નરેશભાઇ પટેલ સાથે શુભેચ્‍છા મુલાકાત

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ),તા. ૧૭: યાત્રાધામ વિરપુર અને ખોડલધામ થી રાજકોટ લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણીએ પ્રચારની શરૂઆત કરી. પરેશભાઇ ધાનાણીની સાથે અમરેલીના ઉમેદવાર જેની બેન ઠુમ્‍મર,જૂનાગઢના ઉમેદવાર હીરા ભાઈ જોટવા તેમજ પ્રતાપ દુધાત અને જામનગર ના ઉમેદવાર જે.પી મારવીયા સહિત આગેવાનો કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

કોંગ્રેસના નેતાઓ ખોડલધામ ખાતે પહોંચતા ચેરમેન નરેશ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. માં ખોડલના દર્શન કરી લોકસભામાં જવલંત વિજય મેળવવા આશીર્વાદ લીધા હતા, ખોડલધામ ખાતે પરેશભાઇ ધાનાણી અને નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક યોજી મંત્રણા કરી હતી, પરેશભાઇ ધાનાણીએ મંદિર ખાતે શંખનાદ કરી વિજયનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો, અમારીમાં કુળદેવીમાં કાગવડ વાળીમાં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ખોળામાં માથું મૂક્‍યું,

ખોડલધામ ખાતે પરેશભાઇ ધાનાણીએ જણાવ્‍યું હતું કે રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવા માટે આવ્‍યો છું,

જયારે જયારે યોદ્ધા ને જવાબદારી સોંપવામાં આવે ત્‍યારે જવાબદારી નિષતાપૂર્વક નિભાવવા રાજકોટના રણ મેદાન આવ્‍યો છું,

સંસદ સભ્‍ય બનવું મહત્‍વનું નથી રહ્યું,પરંતુ પાડોશી ધર્મ નિભાવીને ૫ વર્ષ રાજકોટના સાથી બનવા રણ મેદાન આવ્‍યો છું,

રાજકોટના જનજન હૃદય માં આશા અપેક્ષાઓ છે તેની દીપ જલાવવા સફળ થઈશમાં ભવાની,જગદંબા માં ખોડલ બધાના હૃદયમાં વસી ત્‍યારે અનીતિ અધર્મ અને અસત્‍યની સાથે નીતિ ધર્મ અને સત્‍યના યુદ્ધમાં અમારી સાથે રહેશે.

ભાજપનું શીશ નેતૃત્‍વ વીતેલા ૧૫ દિવસ પછી પણ દેશ ની દીકરીઓના દામન ઉપર ભાજપના આગેવાનો એ ઇરાદાપૂર્વક લગાડેલ ડાંગ નિષ્‍ફળ નીવડ્‍યું છે.

દીકરીઓ ૧૫ થી ૨૦ દિવસ થી સ્‍વાભિમાન લડાઈ ગામની ગલીઓ સુધી લઈને ગઈ છતાં ધૂતરાષ્ટ્ર બનીને ભાજપ ખેલ નિહાળી રહ્યું છે.

દર વખતેની જેમ આ વખતે પણ ભાજપ વર્ગ વિગ્રહ નું બીજ રોપીને જ્ઞાતિ ભાષાના નામે ધર્મના નામે ભાગલા પડાવી રાજકીય રોટલા સેકવા સફળ થયા હશે,રાજકોટના રણ મેદાન સ્‍વાભિમાનની યુદ્ધ ની શરૂઆત થશે ત્‍યાર બાદ વીરપુર ખાતે પૂજય જલારામ બાપાના દર્શન કર્યા હતા અને પરેશ ધાનાણીએ જલાબાપાને શ્રીફળ પ્રસાદ ધર્યા હતા તેમજ પરેશ ધાનાણીએ ‘જય જય જલીયાણ'ના નારા લગાવ્‍યા હતા.

વીરપુર પૂજય જલારામ બાપાના મંદિરે શીશ જુકાવીને પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું ભોજલરામ બાપાનો વારસ જલાબાપા ને આશરે માથું ટેકવવા આવ્‍યો છે,

આજે સમગ્ર દેશમાં ૮૦ કરોડ કરતા વધુ લોકોને પેટનો ખાડો પુરવા સરકારી સસ્‍તા અનાજની દુકાને લાઇનમાં ઉભું રહેવું પડે છે એવી દયનિય સ્‍થિતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પેદા થઈ છે,

સામાન્‍ય માણસનું કોઈ સાંભળનારું નથી ત્‍યારે જલાબાપાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી સામાન્‍ય માણસની વાત સંભળાય અને તેમના પેટનો ખાડો પુરવા તેમના ઘરે ચુલો સળગે અને બે ટાઈમ સ્‍વાભિમાનનો રોટલો મળે તેવી વ્‍યવસ્‍થા પેદા કરવા આશીર્વાદ લેવા આવ્‍યો છું.

મને વિશ્વાસ છે જલારામ બાપાના આશિર્વાદ સાથે રહેશે અને દેશમાં સારા સાશકો સ્‍થાપિત થાય અને સરકાર સામાન્‍ય માણસોને સસક્‍ત બનાવે અને મોંઘવારી માંથી મુક્‍તિ અપાવે મંદી માંથી નાના રોજગાર ધંધાઓ ભાંગીને ભુકા થયા છે તે ફરી પાછા ધમધમતા થાય એવી સરકાર બનશે.

(11:18 am IST)