Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

મોરબીઃ પી.એસ.આઇ/ કોન્‍સ્‍ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન

મોરબી,તા. ૧૭: મોરબીની નંબર ૧ નવયુગ કરિઅર એકેડમી દ્વારા મોરબી જિલ્લાના પીએસઆઇ /કોન્‍સ્‍ટેબલ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તારીખ ૨૧ એપ્રિલથી ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવેલ છે

આ ટ્રેનિંગમાં એક પણ રૂપિયો ફી ભરવાની નથી, નિષ્‍ણાંત ફિઝિકલ કોચ દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવશે.ટ્રેનિંગ માટે વિશાળ ગ્રાઉન્‍ડની પણ વ્‍યવસ્‍થા છે અને ટ્રેનિંગ નો સમય સવારે ૬ થી ૭:૩૦ અને સાંજે પણ ૬ થી ૭:૩૦ સુધીનો છે તો મોરબીના  પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને આ તાલીમનો લાભ લેવા માટે આહવાન કરવામાં આવે છે રજીસ્‍ટ્રેશન માટે ૯૭૨૭૨ ૪૭૪૭૨  પર નામ નોંધાવવું ફરજિયાત છે.

(11:16 am IST)