Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

વિસાવદર સહિત ત્રણ તાલુકાને જોડતી કોડીનાર-બગસરા રૂટની એસ.ટી.બસ બંધ કરાતા પ્રજા પરેશાન

ટીમ ગબ્‍બરના એડવોકેટ નયનભાઈ જોશીની ધારદાર રજૂઆત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૭: વિસાવદર ટીમ ગબ્‍બર ગુજરાતના કે.એચ.ગજેરા તથા એડવોકેટ નયનભાઈ જોશીએ સબંધકર્તાઓને લેખિત રજુઆતમાં જણાવેલ છે કે, કોડીનાર-બગસરા રૂટની એસ.ટી.બસ કોડીનારથી રોજ બપોરના ૨-૩૦ કલાકે ઉપડી સાંજના ૭થી ૭-૩૦ આસપાસ બગસરા પહોંચતી હતી આ બસ છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવેલ છે આ બસ કોડીનાર ડેપો દ્વારા બંધ કરી દેવામાં આવેલ છે. આ બસ કોડીનાર-બગસરા છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરવામાં આવી છે. કહેવાય છે કે, કોડીનાર ડેપોમાં સ્‍ટાફની ઘટ હોવાનું કારણ આગળ ધરી બસ બંધ કરી દેવામાં આવેલ છે અને આ બસ કયારે ચાલુ થાય તે નક્કી નથી કોડીનાર ડેપોની આ બસ ૫ તાલુકાને જોડતી બસ છે. કોડીનાર,તાલાલા, મેંદરડા,વિસાવદર, બગસરા પાંચતાલુકાના પેસેન્‍જરો આ બસમાં મુસાફરી કરે છે.

જેથી આ બસ વહેલાંમાં વહેલી તકે ચાલુ કરાવીઆપવા નમ્ર વિનંતી છે કોડીનાર થી પાંચ તાલુકાને જોડતી એક જ બસ હતી અને આ બસની હાલત પણ ખૂબ ભંગાર હાલતમાં હતી જેથી આ બસને રેગ્‍યુલર ચલાવવામાં આવે તેમજ આવક તેમજ જાવક માટે એક જ બસનો ઉપયોગ થાય છે તે બસ લોકોને ખુબજ ઉપયોગી છે અને તેને નિયમિત રીતે સમયસર ચલાવવા તથા નવી એસ.ટી.બસ ફાળવવા માંગ કરાઈ છે.

(11:13 am IST)