Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

દ્વારકા ખાતે માધવપુર ઘેડ મેળા અંતર્ગત વિવાહ પ્રસંગ સ્વાગત કાર્યક્રમનું આયોજન

માધવપુર ઘેડ મેળાના આયોજન અંતર્ગત તા. 21 ના રોજ માધવપુર ઘેડમાં ભગવાનના લગ્ન પ્રસંગ બાદ દ્વારકા ખાતે રિસેપ્શન સ્વાગત કાર્યક્રમ યોજાશે.
જે અંતર્ગત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
આજ રોજ અગ્ર સચિવ (શહેરી વિકાસ તથા યુવા અને સાંસકૃતિક વિભાગ ) અશ્વિનીકુમાર  દ્વારા માધવપુર ઘેડ મહોત્સવ 2024 અંતર્ગત દ્વારકા ખાતે યોજાનાર રૂક્ષ્મણી વિવાહ કાર્યક્રમની  પૂર્વતૈયારીની સમીક્ષા બેઠક દ્વારકા સર્કિટ હાઉસ ખાતે કરવામા આવી હતી

(12:20 am IST)